Not Set/ ગુજરાતના ચોર બેફામ, પોલીસ સ્ટેશન બહારથી જ કોન્સ્ટેબલનું બાઈક વન ટુ કા ફોર

નાગરિકોની સલામતીનો દાવો કરનાર પોલીસ તેમના પોલીસ સ્ટેશનમાં રાખેલા સમાનની સુરક્ષા કરી શકી નથી. આ કેસ અમદાવાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશન નો છે. અહીં પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં કોન્સ્ટેબલની બાઇક લઈને ચોરો નાસી છૂટયા હતા. પોલીસને ઘણા કલાકો સુધી તેની જાણકારી પણ નહોતી. મળતી માહિતી મુજબ જુલાઈમાં બાઇક ચોરાઈ ગયાની ફરિયાદને કારણે પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી […]

Gujarat Others
03f40193bcf2df2a47c8962e370bf5a6 ગુજરાતના ચોર બેફામ, પોલીસ સ્ટેશન બહારથી જ કોન્સ્ટેબલનું બાઈક વન ટુ કા ફોર

નાગરિકોની સલામતીનો દાવો કરનાર પોલીસ તેમના પોલીસ સ્ટેશનમાં રાખેલા સમાનની સુરક્ષા કરી શકી નથી. આ કેસ અમદાવાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશન નો છે. અહીં પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં કોન્સ્ટેબલની બાઇક લઈને ચોરો નાસી છૂટયા હતા. પોલીસને ઘણા કલાકો સુધી તેની જાણકારી પણ નહોતી.

મળતી માહિતી મુજબ જુલાઈમાં બાઇક ચોરાઈ ગયાની ફરિયાદને કારણે પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં જ લખ્યું છે કે કોન્સ્ટેબલની બાઇક ચોરી થઈ હતી, પરંતુ તે પોતે આ બાઇકની શોધ કરી રહ્યો હતો અને અંતે બાઇક ન મળતા તેને ફરિયાદ નોંધાવી હતી.

ધોળકામાં રહેતા મનહરકુમાર પરમાર એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેની પાસે સ્પ્લેન્ડર બાઇક છે. 28 જુલાઈની રાત્રે ધોળકાથી આવ્યા બાદ બાઇકને પોલીસ સ્ટેશનની સામેના પાર્કિંગમાં રાખી હતી. રાતોરાત પેટ્રોલીંગ કર્યા બાદ જ્યારે હું સવારે ઘરે જવા બાઇક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં બાઇક નહોતી. બાઇક શોધવા અનેક પ્રયાસો કર્યા પણ બાઇક મળ્યું ન હતું. જોકે અનેક દિવસો સુધી બાઇક ન મળતા આખરે તેમણે એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

નોંધપાત્ર વાત એ છે કે શહેરમાં વાહન ચોરીના અનેક કિસ્સાઓ સામે આવે છે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી વાહન ચોરીનો આ પહેલો કેસ છે. વિસ્તારના લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસ વાહનોની ચોરી થઈ રહી છે અને પોલીસ તેને શોધવામાં નિષ્ફળ રહી છે ત્યારે સામાન્ય લોકોનું શું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.