Not Set/ રાહુલ ગાંધી રાજકોટમાં સંબોધશે ચુંટણી સભા

રાજકોટ, રાજકોટમાં ધારાસભ્ય લલિત કગથરા અને અશોક ડાંગરની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ છે.રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે.કોંગ્રેસએ લઘુતમ આવક યોજના જાહેર કરી છે. લલિત કગથરા કહ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજકોટ આવશે. કેન્દ્ર કોંગ્રેસ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વાર્ષિક 72000 રૂપિયાની ન્યુતમ વેતન ગરીબોને મળશે.25 કરોડ લોકોને […]

Rajkot Gujarat
hha 8 રાહુલ ગાંધી રાજકોટમાં સંબોધશે ચુંટણી સભા

રાજકોટ,

રાજકોટમાં ધારાસભ્ય લલિત કગથરા અને અશોક ડાંગરની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ છે.રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે.કોંગ્રેસએ લઘુતમ આવક યોજના જાહેર કરી છે. લલિત કગથરા કહ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજકોટ આવશે.

કેન્દ્ર કોંગ્રેસ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વાર્ષિક 72000 રૂપિયાની ન્યુતમ વેતન ગરીબોને મળશે.25 કરોડ લોકોને સીધો ફાયદો થશે.જો કે ડો મનમોહન સિંહઆ યોજના માટે 4 મહિના ચિંતન કર્યું હતું.

મોરબી- ટંકારા ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસિદ્ધિના ભૂખ્યા છે.ચૂંટણીપંચને પોતાને પર ખબર છે કે વડાપ્રધાનની વાત ગેરવ્યાજબી છે..આગામી દિવસોમાં મોટી સંખ્યામાં રેલી કરશે અને રાહુલ ગાંધી રાજકોટ આવશે.