Not Set/ હાઉસિંગ સ્કીમનાં ભ્રષ્ટાચાર મામલે પીએમને કરાઈ ફરિયાદ, મળ્યો આ પ્રત્યુત્તર  

  જે જનતાએ સરકારને ભ્રષ્ટાચાર નિવારણ અર્થે દ્રઢ વિશ્વાસ સાથે સત્તા આપી અપાવી છે, તેના જ ગઢમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં આવેલા ગુજરાત હાઉસિંગની સ્કીમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ બાબતે સ્થાનિક રહીશોએ પ્રધાનમંત્રી મોદીને ફરિયાદ કરી છે. જેની પ્રતિક્રિયામાં તેઓને હાઈકોર્ટમાં વકીલની ફાળવણી કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ અગિયારસોથી વધારે […]

Top Stories Rajkot Gujarat
housing board હાઉસિંગ સ્કીમનાં ભ્રષ્ટાચાર મામલે પીએમને કરાઈ ફરિયાદ, મળ્યો આ પ્રત્યુત્તર  

 

જે જનતાએ સરકારને ભ્રષ્ટાચાર નિવારણ અર્થે દ્રઢ વિશ્વાસ સાથે સત્તા આપી અપાવી છે, તેના જ ગઢમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં આવેલા ગુજરાત હાઉસિંગની સ્કીમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ બાબતે સ્થાનિક રહીશોએ પ્રધાનમંત્રી મોદીને ફરિયાદ કરી છે. જેની પ્રતિક્રિયામાં તેઓને હાઈકોર્ટમાં વકીલની ફાળવણી કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ અગિયારસોથી વધારે મકાનોના બાંધકામ કરવામાં આવ્યા હતા. આ બાંધકામની ગુણવત્તામાં શંકા વ્યક્ત કરતા સ્થાનીકોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે જે પ્રકારની સુવિધાઓ પ્રોજેક્ટમાં દર્શાવવામાં આવી છે, તે સુવિધાઓ વાસ્તવિકતામાં આપવામાં આવી નથી. આવી પરિસ્થિતિ હોવાના કારણે પણ હાઉસિંગ બોર્ડે 30 લાખ રૂપિયાની રકમ મેળવી હતી, પરંતુ મકાન 20 લાખની રકમમાં જ ઉભા થઇ ગયા હતા.

આવી સુવિધાઓ અંગેની અનેક સમસ્યાઓના કારણે સ્થાનીકોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર તરફથી કોઈ ઉપયુક્ત પગલા ન લેવાના કારણે લોકોએ ન્યાય માટે પ્રધાનમંત્રી મોદીને ફરિયાદ કરવાની ફરજ આવી બની હતી.

જે ફરિયાદની પ્રતિક્રિયા બદલ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ મામલે સ્થાનિકોને હાઈકોર્ટમાં વકીલની ફાળવણી કરવામાં આવી છે.