જુઓ વીડિયો/ બગોદરા હાઇવે અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોની એક સાથે ઉઠી અર્થી, ગામમાં છવાયો હૈયાફાટ આક્રંદ

બાવળા બગોદરા હાઇવે પર ગઈકાલ સર્જાયેલા અકસ્માતમાં મોતનો આંક વધીને 12 પર પહોંચી ગયો છે. ચોટીલા મંદિરથી દર્શન કરીને પાછા આવી રહેલા લોકોને બગોદરા બાવળા હાઇવે ઉપર મોટો ગોઝારો અકસ્માત નડ્યો હતો.

Top Stories Gujarat Others
Untitled 109 બગોદરા હાઇવે અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોની એક સાથે ઉઠી અર્થી, ગામમાં છવાયો હૈયાફાટ આક્રંદ

બાવળા બગોદરા હાઇવે પર ગઈકાલ સર્જાયેલા અકસ્માતમાં મોતનો આંક વધીને 12 પર પહોંચી ગયો છે. ચોટીલા મંદિરથી દર્શન કરીને પાછા આવી રહેલા લોકોને બગોદરા બાવળા હાઇવે ઉપર મોટો ગોઝારો અકસ્માત નડ્યો હતો. કપડવંજ તાલુકાના સુણદામાં મોડીરાત્રે મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદ છવાયો હતો. એક સાથે 6 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢયું હતું. હજારો લોકો અંતિમયાત્રામાં જોડ્યા હતા.

મૃત્યુ પામેલા પરિવારના લોકો ઘરની બહાર એક બાદ એક મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢવામાં આવતા હતા અને છ વ્યક્તિઓ સુણદા ગામના જયારે બીજા ત્રણ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના અને એક કઠલાલ તાલુકાના પરંતુ તમામ મેં તમામ કૌટુંબિક સગા સંબંધીઓ હોવાનું કેવાય છે.

ગામમાં એક સાથે 6 નનામીઓની સ્મશાન યાત્રા નીકળી હતી. ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ સ્મશાન યાત્રામાં ગામમાં 3 હજારથી વધુ લોકો જોડ્યા હતા. વિસ્તારના ધારાસભ્ય માનસિંહ રાઠોડ પણ આવી પહોંચ્યા હતા. તેમજ કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે dysp, PI અને PSI સાથે પોલીસ કર્મચારી ઓ અને MGVCL કર્મચારીઓ દ્વારા સ્મશાન સુધીના રસ્તાની સુવિધા કરવામાં આવી હતી.

અમદાવાદ બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળ ઓવર સ્પીડમાં આવતું છોટા હાથી અથડાયું હતું. આ છોટા હાથીમાં પાછળ બેઠેલા એક જ પરિવારના નવ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં 8 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાં બે બાળકો, બે મહિલા અને બે પુરુષના દુઃખ મોત નિપજ્યા હતા, જ્યારે બાકીના લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ

આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયદ્વાવક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત