@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી 8 ઢેલ અને એક તેતર મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેનું લખતર ફોરેસ્ટ ઓફિસ ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફુડ પોઇઝનિંગથી મોત થયું હોવાની વિગતો બહાર આવી છે. તેમ છતાં મોતનું સાચુ કારણ જાણવા સેમ્પલ રાજકોટ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
દેશનાં અમુક રાજ્યોમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી છે ત્યારે બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી 8 ઢેલ અને 1 તેતર મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલ બર્ડ ફ્લૂનો ભય હોય આ અંગે પશુપાલન વિભાગને જાણ કરતા ઇન્ચાર્જ પશુપાલન નિયામક ડો.જી.આર.કહાગરા , ડો.કે.એમ.પરમાર તથા લખતર પશુ દવાખાના તબીબ ડો.ભાવેશ પટેલની પેનલે આઠ ઢેલ અને એક તેતરનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઇઝનિંગના કારણે પક્ષીઓના મૃત્યુ થયા હોવાનું ડોક્ટરોની ટીમે જણાવ્યું હતુ. તેમ છતાં મોતનું સાચુ કારણ જાણવા સેમ્પલ રાજકોટ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
Gujarat: ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, પોલીસવડાની સુચનાથી યોજાઈ …
Rajkot: રાજકોટ શહેરના સીમાડે પહોંચ્યા સાવજો,ડણક સાંભળી સ્થાનિકો ભયભી…
Covid-19: કોરોનાનાં કેસમાં આજે ફરી નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નો…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…