Gujarat/ સોનગઢ પોલીસની SHE ટીમ દ્વારા સીનીયર સીટીઝનમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો

સિહોર તાલુકાના સોનગઢ પોલીસ SHE ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અંગે સીનીયર સિટીઝન લોકોમાં અવરનેસ આવે અને લોકજાગૃતિના ઉદ્દેશ્ય હેતુ

Gujarat

સિહોર તાલુકાના સોનગઢ પોલીસ SHE ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અંગે સીનીયર સિટીઝન લોકોમાં અવરનેસ આવે અને લોકજાગૃતિના ઉદ્દેશ્ય હેતુ. સિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશનનાં અલગ અલગ ગામોમાં પોલીસ વિભાગ તરફથી સાઈબર અવરનેસ પ્રોગ્રામ યોજાયેલ.

જેમાં પોલીસ સાથે સીનીયર સિટીઝન લોકોએ પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા ખુબ સરસ જાણકારી પ્રાપ્ત કરી. તથા વિવિધ પ્રકારના ફ્રોડ અને આકર્ષક-લોભામણી જાહેરાતો દ્વારા માહિતીની ચોરી વિષે વાત કરી તેનાથી સાવચેત રહેવાની જાણકારી પોલીસ દ્વારા આપેલ હતી. ખાસ વાત એ કરી જ્યારે આપણે કોઈપણ કારણથી સાઈબર ગુન્હાના ભોગ બનીએ તો 1930 નંબર પર પોલીસ મદદ મેળવી અને ફરિયાદ નોંધાવી શકીએ છીએ.

જેમાં સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. ડાંગર, SHE ટીમ હેડ.કો. શક્તિસિંહ ગોહિલ, પો.કો. દલસુખભાઈ, પો.કો. દક્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા.