દેશભરમાં 71મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરી છે. રાજકોટમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત હતા.
શહેરના રેસકોર્સ મેદાનમાં ધ્વજવંદન દરમિયાન રાજકોટ શહેરમાં 2 DCP, 7 ACP, 18 PI, 53 PSI, 7 મહિલા PSI, 590 પોલીસ, 110 વોર્ડન મળી 787 પોલીસનો બંદોબસ્ત ખડકાયો હતો. રેસકોર્સ મેદાનમાં થનાર પોલીસ પરેડમાં ગુજરાત પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ અને કોસ્ટગાર્ડ, આર્મી સહિતની 27 પ્લાટુન ભાગ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
