Gandhinagar News/ ગ્રાહક સુરક્ષામાં ગુજરાતની નવી પહેલ : ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI)’ શરૂ

આ પહેલ ગ્રાહક સુરક્ષા(Consumer Protection)ના માળખાને વધુ આધુનિક બનાવશે

Gujarat Gandhinagar
Consumer Protection

Gandhinagar News : વિકસિત ભારત @ 2047 ના વિઝનને સાકાર કરવા અને ગ્રાહક અધિકારોને નવી ઊંચાઈએ લઈ જવા માટે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા(Consumer Protection)માં એક ક્રાંતિકારી પહેલ કરી છે. ગ્રાહકો પ્રત્યે કોર્પોરેટ જગતની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI) લોન્ચ કરવામાં આવ્યો છે.

દેશના પ્રથમ કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI) માટે ત્રિપક્ષીય સમજૂતી (MoU)

ગ્રાહક સુરક્ષા (Consumer Protection)ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ પગલું

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રલ્હાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો ઐતિહાસિક શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીકલ ક્રાંતિના અવસરે જ ગ્રાહક સુરક્ષા (Consumer Protection)ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ પગલું ભરતા 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા.

આ કરાર ગ્રાહક બાબતોનો વિભાગ (ગુજરાત સરકાર), ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) અને CARE Edge વચ્ચે કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ દેશનો પ્રથમ કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI) વિકસાવવાનો અને અમલમાં મૂકવાનો છે. આ સમજૂતી ગ્રાહકો પ્રત્યે કોર્પોરેટ જગતની જવાબદારી સુનિશ્ચિત કરવા અને નૈતિક વ્યવસાયિક પ્રથાઓને પ્રોત્સાહન આપી પારદર્શક બજાર વ્યવસ્થા ઊભી કરવા માટેની સરકારની ગંભીરતા અને કટિબદ્ધતા દર્શાવે છે.

CRI નો મુખ્ય ઉદ્દેશ્ય અને મહત્વ

અત્યાર સુધીના પરંપરાગત બજાર અભિગમથી આગળ વધીને, CRI હવે ઉદ્યોગો અને ગ્રાહકો વચ્ચેના સંબંધોમાં વધુ પારદર્શિતા, પરસ્પર સન્માન અને જવાબદારીના નવા યુગનો પ્રારંભ કરશે

• પારદર્શક મૂલ્યાંકન: CRI દ્વારા ઉદ્યોગો ગ્રાહકો સાથે કેવો વ્યવહાર કરે છે તેનું વૈજ્ઞાનિક અને ડેટા-આધારિત સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવશે.

• ગ્રાહક કેન્દ્રીય અભિગમ: ભારતીય ગ્રાહકને ભવિષ્યના વિકાસના કેન્દ્ર સ્થાને મૂકીને આ સૂચકાંક તૈયાર કરવામાં આવશે.

• નૈતિક પ્રોત્સાહન: તે સેવા પ્રદાતાઓને ઉચ્ચતમ ગુણવત્તા ધોરણો અને પારદર્શક નીતિઓ અપનાવવા માટે પ્રેરિત કરશે.

CERC ના અધ્યક્ષ ડૉ. સુનિલ પારેખે આ સૂચકાંક વિષે જણાવ્યું હતું કે, ” આ સૂચકાંક દ્વારા કોર્પોરેટ જવાબદારી હવે માત્ર એક ખ્યાલ ન રહેતા માપી શકાય તેવું ધોરણ બનશે. CERC ભારતના દરેક નાગરિકને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે સશક્ત બનાવતું માળખું બનાવવા માટે સરકાર અને CARE Edge સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. ગ્રાહક અધિકારોને સંસ્થાકીય બનાવવા માટે ગુજરાત સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયની આ નવીન પહેલ પરિવર્તનકારી અને આવકારદાયક સાબિત થશે.

ગ્રાહક સશક્તિકરણની સર્વગ્રાહી ઇકો-સિસ્ટમ: ન્યાય હવે વધુ સુલભ અને ઝડપી બનશે

CERC અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા આ કરાર માત્ર કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI) પૂરતા મર્યાદિત નથી, ઇન્ડેક્સ ડેવલપમેન્ટ સિવાય CERC અને ગુજરાત સરકાર વચ્ચે એક આખી ઇકો-સિસ્ટમ વિકસાવવા માટે પણ MOU કરવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબની જોગવાઈઓ હાથ ધરવામાં આવશે.

1. જિલ્લા સ્તરે સુવિધા: ગુજરાતના તમામ જિલ્લાઓમાં સમાધાન અને પ્રી-લિટિગેશન કેન્દ્રો સ્થાપવામાં આવશે, જેથી ગ્રાહકોને ન્યાય સુલભ અને સસ્તો બને.

2. જાગૃતિ અભિયાન: યુવાનો અને નાગરિકોને ગ્રાહક અધિકારો અને સાયબર સુરક્ષા વિશે સંવેદનશીલ બનાવવામાં આવશે.

3. સાયબર સુરક્ષિત ગુજરાત: ડિજિટલ યુગમાં ગ્રાહકો(Consumer Protection)ની સુરક્ષા માટે વિશેષ માળખું તૈયાર કરવામાં આવશે.

આ પહેલ ગ્રાહક સુરક્ષા(Consumer Protection)ના માળખાને વધુ આધુનિક બનાવશે

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારના નેતૃત્વમાં આ પહેલ ગ્રાહક સુરક્ષા(Consumer Protection)ના માળખાને વધુ આધુનિક બનાવશે. CBDC જેવી ડિજીટલ ટેકનોલોજી અને CRI જેવી નૈતિક વ્યવસ્થાના જોડાણથી ગુજરાત ગ્રાહક સેવાના વૈશ્વિક ધોરણો તરફ આગળ વધશે.


આ પણ વાંચો : ડિજિટલ ન્યાય દ્વારા ઝડપી નિવારણ: ગ્રાહક સુરક્ષામાં ગુજરાતનું આગવું પગલું

આ પણ વાંચો : મહેસાણાઃ બેન્ક પર છેતરપીંડીનો આરોપ,  ખેરાલુ ધી નાગરિક સહકારી બેન્ક પર આરોપ,  લોભામણી લાલચ આપી છેતરપિંડી કર્યાનો આરોપ,  ગ્રાહક સુરક્ષા મંડળે બેન્કને ફટકારી

આ પણ વાંચો : ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ