Vadodara News: વડોદરાના વારસિયા (Varasiya) વિસ્તારમાં પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું છે, પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે વારસીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સંત કંવર કોલોનીમાં રહેતા જ્યોત્સનાબેન ઉર્ફે જ્યોતિ વાઘારામ સરગરા (મારવાડી) (ઉંમર 40)એ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ વાઘારામ મોહનલાલ સરગરા (મારવાડી) આજે સવારે આઠ વાગે મારી પાસે દારૂ પીવા માટે 20 રૂપિયા માંગ્યા, પરંતુ મેં 20 રૂપિયા ન આપતાં મારા પતિએ જાતે જ કપડાની થેલીમાંથી 20 રૂપિયા કાઢી લીધા.
મારો પતિ દારૂના નશામાં આવ્યો ત્યારે તેણે મને કહ્યું કે મારે આજે મરી જવું છે, મેં તેમ કરવાની ના પાડી, ત્યારે મારા પતિએ મને કહ્યું કે પહેલા હું તને મારી નાખીશ, પછી હું મરી જઈશ તેણે મને ચપ્પપુ માર્લંયુ હતું. તેના પછી પલંગ પર નાયલોનની પટ્ટી ગળે લગાવીને લટકી જઈ આત્મહત્યા કરી. મેં હિંમત એકઠી કરી મારા પતિના ગળામાં ચપ્પુ વડે નાયલોનની પટ્ટી કાપી, જોકે મને ગરદન પર વાગ્યું હતું, મારો પ્રયત્ન નિષ્ફળ ગયો, મારો પતિ મૃત્યુ પામ્યો હતો. તેથી મેં મારા કાકા દીપક મારવાડીને ફોન કર્યો હતો, જેઓ તાત્કાલિક આવીને મને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા વારસીયા પોલીસ આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પત્નીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી અને પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. વારસિયા પોલીસે મૃતક આરોપી પતિ વાઘારામ મોહનલાલ સરગરા (મારવાડી) (હાલ રહે. મો.નં.ટી/4 રૂમ નં.38 સંત કંવર કોલોની વારસિયા, વડોદરા, મૂળ ગામ કોમ્બા (કોબા) જિલ્લો જોધપુર પોલીસ સ્ટેશન-અવાર જોધપુર રાજસ્થાન) સામે ગુનો નોંધ્યો છે. નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. વસાવાએ જણાવ્યું કે, પતિએ પત્ની પર હુમલો કરીને આત્મહત્યા કરી લીધી છે. તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિહારમાં ગર્ભવતી મહિલા પર પતિનો ચાકુથી હુમલો, સાસુ-સસરા હાજર છતાં કોઈ મદદ ના કરી
આ પણ વાંચો: હું નશામાં હતો ત્યારે સેક્સ કર્યું, ઘણા પરપુરુષ સાથે સંબંધો હતા; પત્ની સામે પતિ કોર્ટમાં ગયો અને પછી
