Not Set/ નર્મદામાં કેવડિયા કોલોની ખાતે DG કોન્ફરન્સની તૈયારી, PM મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત

નર્મદા, નર્મદાની કેવડીયા કોલોનીમાં ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે, ત્રણ દિવસ સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજનાથ સિંહ સહિત દેશનાં તમામ રાજ્યોનાં ડીજી અને આઈજીપી ભાગ લેશે. 20 ડીસેમ્બરથી 22 ડીસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સ કેવડીયા કોલીની ખાતે આવેલી ટેન્ટ સીટીમાં આયોજિત કરાઈ છે, ઓલ ઇન્ડિયા ડીજી […]

Top Stories Gujarat Others

નર્મદા,

નર્મદાની કેવડીયા કોલોનીમાં ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે, ત્રણ દિવસ સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજનાથ સિંહ સહિત દેશનાં તમામ રાજ્યોનાં ડીજી અને આઈજીપી ભાગ લેશે.

20 ડીસેમ્બરથી 22 ડીસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સ કેવડીયા કોલીની ખાતે આવેલી ટેન્ટ સીટીમાં આયોજિત કરાઈ છે, ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સને લઈને ટેન્ટ સીટી 1 અને 2માં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ટેન્ટ સીટી 1 અને 2માં કુલ 240 જેટલા ટેન્ટનું શમીયાણું ઉભું કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદી પોતાની આગવી સૂઝબુઝથી દેશનાં તમામ પોલીસ વડાને માર્ગદર્શન આપશે.

ડીજી કોન્ફરેન્સમાં પીએમ નરેન્દ્રભાઈ  મોદી દરબારી અને બુલેટ પ્રૂફ ટેન્ટમાં રોકાશે. સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, ગૃહરાજ્ય મંત્રી કીરેન રીજ્જુ, સીએમ વિજયભાઈ  રૂપાણી પણ મીની દરબારી ટેન્ટમાં રોકાશે.