Anand News/ ઉમરેઠ પેટાચૂંટણી: કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણના નામ પર મોહર!

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણ (Bhriguraj Chauhan)ના નામ પર સર્વસંમતિ બનાવી છે. ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. જાણો સંપૂર્ણ વિગતો.

Top Stories Gujarat Others Breaking News
ઉમરેઠ બેઠક:Bhriguraj Chauhan!કોંગ્રેસની સર્વસંમતિ,જાહેરાત બાકી

Anand News: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે ભૃગુરાજ ચૌહાણ (Bhriguraj Chauhan)ના નામ પર સર્વસંમતિ વ્યક્ત કરી છે. જોકે, પાર્ટી તરફથી હજુ સુધી ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.

Bhriguraj Chauhanને પસંદ કર્યા!

ભૃગુરાજ ચૌહાણ ઉમરેઠ વિસ્તારમાં જાણીતા સામાજિક અગ્રણી તરીકે ઓળખાય છે. તેઓ વ્યવસાયે નિવૃત્ત શિક્ષક છે અને લાંબા સમયથી સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે. તેમના અનુભવ અને વિસ્તાર પરની મજબૂત પકડને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હોવાનું માનવામાં આવે છે.

રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, ભૃગુરાજ ચૌહાણ  ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત, તેઓ આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીને લઈને આ વખતે સખત ટક્કર જોવા મળી શકે છે. કોંગ્રેસે સ્થાનિક અને અનુભવી ચહેરા પર દાવ લગાવ્યો છે, જે મતદારો વચ્ચે સારી અસર પાડી શકે છે. હવે તમામની નજર પાર્ટીની ઔપચારિક જાહેરાત અને વિરોધી પક્ષના ઉમેદવાર પર છે.


આ પણ વાંચો:વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં બે બુથ પર ફરીથી મતદાન, ‘આપ’ના ઉમેદવારની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ નિર્ણય

આ પણ વાંચો:ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર,19 જૂને કડી અને વિસાવદરમાં યોજાશે મતદાન

આ પણ વાંચો:રાજકોટ: વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકરો BJPમાં જોડાઈ શકે છે!