Visavadar News : વિસાવદર પેટા ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદને પગલે બે બૂથ પર ફરીથી મતદાન કરાવવામાં આવશે. જેમાં માલીડા ગામના બુથ નંબર 86 અને નવા વાઘણીયા ગામના બુથ નંબર 111 પર 21 જૂન, 2025ના રોજ પુનઃમતદાન યોજાશે. આ નિર્ણય આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે.
ઉમેદવાર દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ આપવામાં આવી હતી કે, મતદાન દરમિયાન બુથ કેપ્ચરિંગ થયાનું જણાયું છે. જેથી ચૂંટણી અધિકારીએ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ મતદાન રદ કરવાની ભલામણ કરી હતી. ચૂંટણી પંચની અમદાવાદ કચેરીએ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58 હેઠળ 19 જૂનનું મતદાન રદ કર્યું છે.
નવું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.ચૂંટણી અધિકારીઓએ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને આ નિર્ણયની લેખિત જાણ કરી છે. મતદારોને પણ પુનઃમતદાન અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે નિર્વચન પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવાની ખાતરી આપી છે. આ રી-વોટિંગના પરિણામ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના અંતિમ પરિણામમાં મહત્વનો ભાગ ભજવશે.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
