Vadodara News/ લગ્ન માટે લિંગ પરિવર્તન કરાવ્યું, યુવકે સપનાં બતાવી તરછોડી દીધી; હર્ષ સંઘવી પાસે ન્યાયની આશા

6 વર્ષ પહેલા મને ફેસબુક પર હાર્દિકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં અમે એકબીજાનાં સંપર્કમાં આવ્યા અને મિત્રો બની ગયા.

Gujarat Vadodara

Vadodara News: તાજેતરમાં વડોદરા (Vadodara) શહેરમાં એક યુવકે તેના લિવ-ઈન પાર્ટનર (Live-in partner)ના કહેવાથી લિંગ પરિવર્તન સર્જરી (Sex change surgery) કરાવી યુવતી બની ગયો હતો. જોકે, તેનો લિવ-ઇન પાર્ટનર જેણે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, તેને શરીર સંબંધ બાંધી તરછોડી દેતાં ટ્રાન્સવુમને (Transwoman) યુવક અને તેના માતાપિતા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર મૂળ જેતપુરની વતની અને વડોદરામાં રહેતી ટ્રાન્સવુમને (Transwoman) પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે, 6 વર્ષ પહેલા મને ફેસબુક પર હાર્દિકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં અમે એકબીજાનાં સંપર્કમાં આવ્યા અને મિત્રો બની ગયા. એક દિવસ તેણે મને કહ્યું કે જો તું સેક્સ ચેન્જ (Sex change) સર્જરી કરાવીને છોકરી બનીશ તો હું તને સ્વીકારી શકીશ અને તારી સાથે લગ્ન (Marriage) કરી શકીશ. હું તમને સમાજ અને પરિવારમાં સ્વીકારી શકીશ અને તમને સન્માનપૂર્ણ જીવન આપી શકીશ. તેથી મેં તેના પર વિશ્વાસ કર્યો અને તેના પર વિશ્વાસ કરીને મેં બધી સર્જરી કરાવી, લિવ-ઈન કરાર પર હસ્તાક્ષર કર્યા અને દોઢ વર્ષ સુધી અમે સાથે રહ્યાં, તે મને ઢોર માર પણ મારતો હતો. પણ એક દિવસ અચાનક તે મને છોડીને જતો રહ્યો.

પીડિત ટ્રાન્સવુમને (Transwoman) જણાવ્યું કે મારો પગાર 12,૦૦૦ રૂપિયા છે અને હું સેક્સ ચેન્જ (લિંગ પરિવર્તન) કરાવવા માટે લીધેલી 10 લાખ રૂપિયાની લોન માટે 17,૦૦૦ રૂપિયાનો હપ્તો ચૂકવી રહી છું. મારી બહેને મને મદદ પણ કરી છે. આ બધું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી હું કોઈની આગળ હાથ લંબાવું? મારા ઘણાં સપનાઓ હતા. હાર્દિકે મને લગ્નનાં સપના બતાવીને મારી સાથે વિશ્વાસઘાત કરી તરછોડી દીધી છે. અમારા સંબંધોને તેને જાહેર પણ કર્યા હતા, તેમ છતાં એ જતો રહ્યો છે અને હું આઘાતમાં સપડાઈ ગઈ છું. પોલીસ વારંવાર પૂછપરછ માટે મને પોલીસ સ્ટેશન બોલાવે છે.

મેં થોડા દિવસ પહેલા ફિનાઈલ પીને આપઘાત (Suicide) કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. હાર્દિક અને તેના માતાપિતા મને માનસિક ત્રાસ આપતા હતા. હવે મારી પાસે કોઈ વિકલ્પ વધ્યો નથી. હું કેવી રીતે લડું? લગ્નનાં સપનાં બતાવી મને તરછોડી દેતાં હું માનસિક રીતે તૂટી ગઈ છું. ઊંઘની ગોળીઓ ખાઈને કંટાળી ગઈ છું, હવે મને જીવવાની કોઈ આશા દેખાતી નથી. હું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ને ન્યાય અપાવવા વિનંતી કરૂં છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડીંગ ધ્રુજતાં જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી

આ પણ વાંચો:વડોદરાના પાદરામાં બે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો:જમ્મુમાં ફસાયેલા વડોદરાનાં 19 લોકોને પાછા લાવવા સાંસદને કરાઈ રજુઆત