World News : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક તરફ શાંતિની વાતો થઈ રહી છે, જ્યારે બીજી તરફ હુમલાઓનો સિલસિલો યથાવત છે. આ પરિસ્થિતિમાં અમેરિકાએ ઈરાનના મશહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરી હોવાનું જાણવા મળે છે. જેમાં ઈરાની વિમાન(Iranian Plane)ને ભારે નુકશાન પહોંચ્યું હતું.
ઈરાની વિમાન (Iranian Plane)દિલ્હી જવા માટે તૈયાર થઈ રહ્યું હતું

આ હુમલામાં ઈરાનની મહાન (Mahan Air) એરલાઈનનું એક વિમાન ભારે નુકસાનગ્રસ્ત થયું છે. મળતી માહિતી મુજબ, આ ઈરાની વિમાન દિલ્હી જવા માટે તૈયાર થઈ રહ્યું હતું. 1 એપ્રિલે ભારતમાંથી માનવીય સહાય—ખાસ કરીને દવાઓ—લેવા માટે આવવાનું આયોજન હતું.
ઈરાનના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિમાન યુદ્ધ પીડિતો માટે 11 ટનથી વધુ દવાઓ અને રાહત સામગ્રી લઈને પાછું ઈરાન જવાનું હતું. પરંતુ ઉડાન ભરતા પહેલા જ મશહદ એરપોર્ટ પર થયેલા હુમલામાં તે નિશાન બન્યું.
આ ઘટનાએ ફરી એકવાર ઈરાન-અમેરિકા તણાવને વધુ ઉગ્ર બનાવ્યો છે અને માનવીય સહાય જેવી મહત્વપૂર્ણ કામગીરી પર પણ અસર પાડી છે.
આ પણ વાંચો : ઈરાન – અમેરિકા યુધ્ધે તારાજી વેરી, યુધ્ધની ભયાવહ તસવીરોએ દુનિયાને કંપાવી
આ પણ વાંચો : રશિયાએ પણ ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં ઝંપલાવ્યું, અમેરિકાને ધમકી આપી, શું કહ્યું?
આ પણ વાંચો : “મોડું થાય તે પહેલાં સાવચેત”,ટ્રમ્પનો ઈરાન પર પ્રહાર
