Aravalli News/ બાયડ ભાજપ યુવા મોરચામાં મોટું પગલું, આકાશ પટેલ હટાયા, માનવ પટેલ નવા પ્રમુખ

અરવલ્લી જિલ્લાના બાયડમાં BJP યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલ (Akash Patel)ને પેપર લીક વિવાદ બાદ હટાવવામાં આવ્યા. માનવ પટેલને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

Top Stories Gujarat Others Breaking News
પેપર લીક વિવાદનો પ્રભાવ! BJPએ Akash Patelને હટાવ્યા

Aravalli News: અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં રાજકીય હલચલ વચ્ચે BJPના યુવા મોરચામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાયડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલ (Akash Patel)ને તેમના હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

Akash Patel OUT!

આ નિર્ણય પાછળનો મુખ્ય કારણ વિવાદ હોવાનું સામે આવ્યું છે. આકાશ પટેલ (Akash Patel)નું નામ અગાઉ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું હતું, જેના કારણે પાર્ટી પર દબાણ વધ્યું હતું. 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે Anti-Terrorism Squad (ATS) દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Akash Patelને હટાવ્યા

આ સમગ્ર વિવાદ બાદ પાર્ટીએ શિસ્તભંગના પગલાં રૂપે આકાશ પટેલને પ્રમુખ પદેથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.સાથે સાથે, બાયડ શહેર યુવા મોરચાના નવા પ્રમુખ તરીકે માનવ પટેલની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટી દ્વારા નવા નેતૃત્વ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ નિર્ણયને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે પાર્ટીની શિસ્ત અને પારદર્શિતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.


આ પણ વાંચો:પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી છે અ’સામાન્ય પટાવાળો

આ પણ વાંચો:પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી જીત નાયકની ધરપકડ

આ પણ વાંચો:હેડકલાર્કનાં પેપર લીક કૌભાંડ મુદ્દે મંડળ ચેરમેન અસિત વોરાએ કરી સ્પષ્ટતા