અમદાવાદ/ શખ્સે યુવતી સાથે વિતાવેલી અંગતપળોનાં ફોટા સોશિયલ મીડિયા પર કર્યા વાયરલ અને પછી…

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી મહિલા એક ચાલબાજ યુવક અને તેની માતાનો શિકાર બની.. મહિલાએ યુવક અને તેની માતા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી મહિલા એક ચાલબાજ યુવક અને તેની માતાનો શિકાર બની. મહિલાએ યુવક અને તેની માતા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. યુવતીની ફરીયાદ મુજબ, ડીસા ખાતે રહેતા હર્ષવર્ધન ચક્રવતી અને તેની માતાએ ભેગા મળી યુવતી સાથે ઘનિષ્ઠ સંબંધો કર્યા. ત્યારબાદ યુવકે મહિલા સાથે શારીરીક સંબંધો કેળવી યુવતી સાથે વિતાવવામાં આવેલી અંગતપળોના અશ્લિલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા. એટલું જ નહીં, યુવતીને ધમકી પણ આપવામાં આવી. આ બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.

છેવટે લેવાયો નિર્ણય / કોરોના સંક્રમણ વધતા દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યુનો નિર્ણય

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહી છે. ફરિયાદ કરનાર યુવતી વસ્ત્રાપુર વિસ્તારના સિંધુભવન રોડ ખાતે રહે છે. યુવતીની ફરિયાદ છે કે ડીસા ખાતે રહેતા હર્ષવર્ધન ચક્રવતી અને તેની માતાએ ભેગા મળીને યુવતી સાથે સારી સારી વાતો કરી સંબંધો કર્યા અને ત્યારબાદ અંગત પળોના વિડીયો શુટીંગ અને ફોટા પાડીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. જ્યારે યુવતીએ આરોપીઓની વાત ન માની ત્યારે આરોપી દ્વારા યુવતી સાથે વિતાવવા માં આવેલી અંગતપળોના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. એટલું જ નહીં યુવતીને ધમકી પણ આપવામાં આવી. જેથી આ બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડની કવાયત શરૂ કરી છે.

ક્રિકેટ જગતના મોટા સમાચાર / BCCIનાં એન્ટી કરપ્શન યૂનિટના ચીફ તરીકે ગુજરાતના આ પૂર્વ DGPની નિમણૂક

કહેવાય છે કે હંમેશા જે દેખાતું હોય છે તે સત્ય નથી હોતું. અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક વસ્ત્રાપુરની યુવતી ડીસાના યુવકની માયાજાળમાં ફસાઈ ગઈ. કારણકે યુવકને અપરાધના આ કાર્યમાં તેની માતા પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવવામાં આવી. અને ધીરે ધીરે આરોપી યુવતી ને પોતાની માયાજાળમાં ફસાવી લીધી. જ્યોતિ સાથે અલગ-અલગ માંગણીઓ કરવા લાગ્યો અને તેની સાથે મૈત્રી કરાર ના લખાણ પર સહી કરવાની વાત કરી. પરંતુ આ તમામ બાબતોની યુવતીએ ઘસીને ના પાડી દીધી. જેથી શરૂ થયું યુવતીને પરેશાન કરવાનું અને અશ્લીલ ફોટા સોશિયલ સાઇટ પર મૂકવાનું કારસ્તાન.

Big Breaking / રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ

અંગત પળોના ફોટા પાડી તેને સોશિયલ સાઇટ પર મૂકવાની ધમકી આપી પૈસા પડાવવા તથા અન્ય કોઈ રીતે બ્લેક મેલ કરવો આ પ્રકારના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેથી વસ્ત્રાપુરની આ ફરિયાદ પરથી જનતાને શીખી લેવાની જરૂર છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધતા પહેલા તમામ રીતે ચકાસણી કર્યા બાદ જ આગળ વધવું જોઈએ. નહીતો ઉતાવળે બાંધેલો સબંધ તમારા માટે અભિશાપરૂપ સાબિત થઇ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ