ગુજરાત ATSએ છેલ્લા દસ વર્ષથી ફરાર ખુંખાર સિરીયલ કિલરની ધરપકડ કરી છે. ATSએ સુરતમાથી સિરીયલ કિલરની ધરપકડ કરી છે. ધરપકડ બાદ 5 જેટલી હત્યાઓનો ભેદ ઉકેલાયો છે. મળતી વિગત મુજબ આ સીરિયલ કિલર બેરહેમીથી લોકોની હત્યા કરતો હતો. તે નિર્દોષ લોકોના હાથ-પગ બાંધી પાણીમાં નાંખી હત્યા કરી નાંખતો હતો.
ખૂંખાર સિરીયલ કિલર છેલ્લા 10 વર્ષથી ફરાર હતો, અને તેને અત્યાર સુધી 5 જેટલી હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી એટીએસ પોલીસને મળી રહી છે. આજે એટીએસ વિભાગને સુરતથી આ ખૂંખાર સિરીયલ કિલર મળી આવ્યો હતો અને છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
ગુજરાત એટીએસે સિરિયલ કિલરની ધરપકડ કરતા તંત્ર સહિત લોકોને પણ હાશકારો થયો છે. ગુજરાતભરમાં આ સિરીયલ કિલરે 5 હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. તે નિર્દોષ લોકોના હાથ પગ બાંધી પાણીમા નાખી દેતા હતો અને ત્યારબાદ બેરહેમીથી તેની હત્યા કરતો હતો. ગુજરાત એટીએસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
