Not Set/ જમ્મુ-કાશ્મીર/ અનંતનાગમાં સેના પર થયો આતંકી હુમલો, એક જવાન શહીદ, 1 બાળકનું પણ થયું મોત

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નો જવાન શહીદ થઇ ગયો  છે. આ સિવાય સ્થાનિક નાગરિકનો 4 વર્ષનો બાળક પણ આ હુમલામાં મૃત્યુ પામ્યો છે. સીઆરપીએફે આ હુમલામાં સૈનિકના મોત અને સ્થાનિક બાળકના મોતની પુષ્ટિ કરી છે. આ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આખા […]

Uncategorized

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નો જવાન શહીદ થઇ ગયો  છે. આ સિવાય સ્થાનિક નાગરિકનો 4 વર્ષનો બાળક પણ આ હુમલામાં મૃત્યુ પામ્યો છે.

સીઆરપીએફે આ હુમલામાં સૈનિકના મોત અને સ્થાનિક બાળકના મોતની પુષ્ટિ કરી છે. આ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હુમલો અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં થયો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સીઆરપીએફની 90 બટાલિયનની માર્ગ સલામતી ટીમમાં બપોરે 12.10 વાગ્યે દક્ષિણ કાશ્મીરી જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં પદશાહી બાગ પુલ નજીક ફાયરિંગ કર્યું.

તેમણે કહ્યું કે આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ કર્મીને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં જવાનનું મોત નીપજ્યું હતું. આ સિવાય એક 4 વર્ષની બાળકનું પણ મોત નીપજ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.