Ahmedabad News/ અમદાવાદમાં મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન

અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 15થી 17 માર્ચના રોજ સાયન્સ સિટી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. આ બ્રાહ્મણ બિઝનેસ મીટમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300 જેટલા સ્ટોલ રાખવામાં આવશે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 15થી 17 માર્ચના રોજ સાયન્સ સિટી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. આ બ્રાહ્મણ બિઝનેસ મીટમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300 જેટલા સ્ટોલ રાખવામાં આવશે.

બ્રાહ્મણ સમાજના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે બ્રાહ્મણ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે. ભગવાન પરશુરામની વિશાળ પ્રતિમાના પ્રતિષ્ઠાનનો લક્ષ્ય રાખવામાં આવનાર છે.

આ પહેલા પણ ત્રણ બ્રાહ્મણ બિઝનેસ મીટનું આયોજન થઈ ચૂકયુ છે. તેને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. આના કારણે બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ પહેલી જ વખત એક જ મંચ પર આવ્યા હતા. તેના લીધે બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ સાથે પણ આદાનપ્રદાન થયું હતું. આના કારણે તેઓના સંપર્કો પણ બન્યા હતા, કારણ કે બ્રાહ્મણ અધિકારીઓ પણ આ મંચ પર હાજર હતા.

આ સફળતાના લીધે નિયમિત સમયના અંતરે બ્રાહ્મણ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ ચોથી બ્રાહ્મણ ઉદ્યોગપતિઓની મીટ છે. આ સમિટમાં વધુને વધુ બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ હાજરી આપે તે પ્રકારના પ્રયત્નો જારી છે. તેની સાથે બ્રાહ્મણ ઉદ્યોગપતિઓની સંખ્યા વધારવા શું કરવું તેઓને કયા પ્રકારનું પ્લેટફોર્મ પૂરુ પાડવું તેના પર પણ સઘન ચર્ચા તેમા થશે તેમ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૈદિક મંત્રોચ્ચાર સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2નો શુભારંભ

આ પણ વાંચો: બ્રહ્મ સમાજના બિઝેનેસ સમિટનો પ્રારંભ, સીએમ રૂપાણીએ કર્યું ઉદઘાટન

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો દાવો, બ્રાહ્મણોએ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો