Kutch News/ કચ્છના જખૌ બંદરનો મત્સ્યોઘોગ મરણ પથારીએ

જખૌના માછીમારો પ્રાથમિક સુવિધાથી વંચિત

Top Stories Gujarat

Kutch News : કચ્છના જખૌ બંદર ખાતે 1969 થી માછીમારીની શરૂઆત થઈ હતી જે આજે મોટો ઉદ્યોગ બની ગયો છે.  જે સરકાર 4500 કરોડનું વાર્ષિક હૂંડીયામણ રળી આપે છે તેમ છતાં જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોઓને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતઓનું જીવન નર્ક સમાન બની ગયું છે. લાઈટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટી ના અભાવ ના કારણે સાગર ખેડૂતને ખુબ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવામાં આવતા નથી જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા વિસ્તાર ગણાતા નલિયા નજીક રહેતા વિસ્તારમાં તેમને ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબુર બન્યા છે.

દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીસ વિભાગ તરફથી સાગર ખેડૂતને ઓનલાઇન ટોકન આપવામાં આવે છે જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવ ના કારણે સાગર ખેડૂતને 5 કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઇન ટોકન લેવો પડે છે. જખૌ દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે જેની આંતરરાષ્ટ્રીય લેવલે ખુબ માંગ છે આ માછલીના માછીમારોને સારો ભાવ મળે છે પરંતુ જખૌ બંદર ખાતે લાઈટ ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી બરફ ક્રસિંગ કરવા માટેના સાધનો લાઈટ ન હોવાથી ચાલતા નથી જેના પરિણામે માછલી ખરાબ થાય છે માછીમારોને આર્થિક નુકશાન થાય છે માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત 10 મહિના માટે જખૌ ખાતે માછીમારી કરવા માટે આવતા હોય છે. સરકારને મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની હૂંડીયામણ રડી આપતો માછીમાર વર્ગ હાલ ડચકા મારી રહ્યો છે. 2022 માં સરકાર દ્વારા જખૌ બંદર ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એક બાજુ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે જખૌ બંદર ખાતે 121 કરોડના ખર્ચે ‘સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફીશ હાર્બર’ તરીકે વિકસાવવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમને હેરાન કરી રહી છે જેના પરિણામે જખૌ બંદરના માછીમારોનું જીવન નર્ક સમાન બની ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં ચોંકાવનારો કિસ્સો, 7 મહિનાની ગર્ભવતી પત્ની અચાનક ગુમ થતા પતિની ગુહાર

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે મેડિકલ બોર્ડ માટે નિયમો જારી કર્યા

આ પણ વાંચો: માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, ગુજરાત હાઈકોર્ટ