Vadodara News/ વડોદરા મનપાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે તોફાની માહોલ સર્જાયો

વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો, પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ…

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News : વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. શાશકપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરોએ આ પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કોર્પોરેટરોનું કહેવું છે કે, વિશ્વામિત્રી રિપોર્ટ બનાવતી વખતે કોઈપણ પક્ષના સભ્યો, પર્યાવરણ નિષ્ણાતો કે સ્થાનિક લોકોના મંતવ્યો લેવામાં આવ્યા નથી. જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ છે. કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની હાલત વર્ણવી હતી અને મેયર અને કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું છે કે, પ્રોજેક્ટના કારણે તેમના વિસ્તારની દુર્દશા થઈ છે.

Vadodara। મનપાની સામાન્ય સભા બની તોફાની

https://fb.watch/xj9Z3vna4J/

લેટેસ્ટ સમાચાર માટે નીચેની લીંક ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A

ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરેએ સામાન્ય સભામાં પોતાના વિસ્તારની પરિસ્થિતિ વર્ણવી મેયર અને  કમિશનરને ઘેર્યા હતા. આ સમગ્ર મામલો હવે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના ટેન્ડર મુદ્દે રાજકારણ ગરમાયુ છે. વિશ્વામિત્રી પ્રોજેકટની સૈદ્ધાંતિક મંજૂરી મળી જશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ ટેન્ડરનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરાની 3 સ્કૂલને બોમ્બની ધમકી! પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો: વડોદરામાં વિવિધ માર્ગ અકસ્માતમાં પાંચનાં મોત

આ પણ વાંચો: વડોદરાના પાણીગેટ અજબડી મિલમાં લાગી આગ 12 કાર બળીને ખાખ