Vadodara News: વડોદરા(Vadodara)ની નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને બોમ્બ (Bomb Threat) હોવાની માહિતી આપતો ઈમેલ મળ્યા બાદ સ્કૂલ પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વડોદરા શહેરના નવરચના વિસ્તારમાં ત્રણ શાળાઓ છે. ભાયલી વિસ્તારની એક શાળાના આચાર્યને ધમકીભર્યો ઈમેલ (E-mail) મળ્યો છે.

સ્કૂલના પ્રિન્સિપલને ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં પોલીસે બોમ્બ સ્ક્વોડ ટીમ (Bomb Squad) સાથે ભાયલી વિસ્તારની એક શાળા અને સમા વિસ્તારની બે શાળાઓમાં તાબડતોબ પહોંચી ગઈ છે. શાળાના બાળકોને રજા આપી દેવાઈ છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ત્રણેય શાળાઓની તપાસ કરી રહી છે. બસો અને આસપાસના વિસ્તાર સહિતના વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ભગવાન મુરુગન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસને આવ્યો ફોન
આ પણ વાંચો:શાળામાં ફરી બોમ્બની ધમકી,વાલીઓને મોકલવામાં આવ્યા ઓનલાઈન ક્લાસ અંગેના મેસેજ
આ પણ વાંચો:બોમ્બ હુમલાથી મણિપુર ફરી હચમચી ઉઠ્યું, ઇમ્ફાલ પૂર્વના 2 ગામોમાં વિસ્ફોટો
