@ભાવેશ રાજપૂત, અમદાવાદ
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો કરવામાં આવે છે તેવી સ્થિતી હાલ સર્જાઈ છે. કોઈને કોઈ રીતે ગુજરાતમાં દારૂ આવતો હોય છે જેનાં કારણે ગુજરાતનાં ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુજરાતમાં ૨૫ ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી દારૂબંધી અંગેની ડ્રાઈવની સૂચનાં આપવામાં આવી હતી. ત્યારે આ સમયગાળામાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાની પોલીસે મળીને કુલ 11,441 કેસ પ્રોહિબીશનનાં કર્યા.. જેમાં ૨.૯૨ કરોડની કિંમતનો દારૂ પકડી પાડયો છે.
પોલીસની ડ્રાઈવ દરમિયાન વિદેશી દારૂના 1288 કેસ કરવામાં આવ્યા, જેમાં 1153 આરોપીઓની ધરપકડ કરાઈ અને 8 કરોડ 59 લાખ 37 હજાર 853ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાર્યો. તેમજ 10 લાખ 13 હજાર 882ની કિંમતનો દેશી દારૂ સહિત કુલ 37 લાખ 48 હજાર 904 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. આમ કુલ મળીને ડ્રાઈવ દરમિયાન 11,448 કેસ કરવામાં આવ્યા. જેમાં 8,341 આરોપીઓની ધરપકડ કરાઈ અને કુલ ૨.૯૨ કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પડાયો. દારૂની સાથી ઝડપાયેલ વાહન અને અન્ય મુદ્દામાલની કિંમતની વાત કરીએ તો કુલ 8.96 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો.
દારૂબંધી અંગેનાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 102 કેસ નોંધાયા જેમાં 103 આરોપીઓ ઝડપાયા અને 11 લાખની કિંમતનાં દારૂ સહિત કુલ 32 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો. બીજી તરફ રાજકોટ શહેરમાં દારૂની ડ્રાઈવ દરમ્યાન માત્ર 32 કેસ કરાયા જેમાં 33 આરોપીઓને ઝડપીને 16 લાખનાં દારૂ સહિત 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો. રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રોહિબીશનની આવી કામગીરી હજુ પણ ચાલુ રાખવા માટે સૂચન કરાયુ છે. ત્યારે આ પ્રકારની ડ્રાઈવથી દારૂનુ દૂષણ કેટલા અંશે દૂર થાય છે તે જોવાનું રહ્યુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
