Not Set/ રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ ૭૨૭૧૪૬ લોકોએ કોરોના રસીનો પ્રથમ તેમજ કુલ ૨૦૬૫૨૦ નાગરિકોએ લીધો બીજો ડોઝ 

રાજકોટ શહેરને ઝડપી કોરોના મુક્ત કરી શકાય અને રાજકોટમાં ૧૦૦% વેક્સીનેશન ઝડપી બનાવી શકાય તેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે.

Gujarat
rajkot total vaccination રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ ૭૨૭૧૪૬ લોકોએ કોરોના રસીનો પ્રથમ તેમજ કુલ ૨૦૬૫૨૦ નાગરિકોએ લીધો બીજો ડોઝ 

રાજકોટ શહેરને ઝડપી કોરોના મુક્ત કરી શકાય અને રાજકોટમાં ૧૦૦% વેક્સીનેશન ઝડપી બનાવી શકાય તેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે. મનપાના આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહીત મ્યુનિ. કમિશનર અમિત અરોરા પણ વેક્સીનેસન કામગીરી ઝડપભેર આગળ ધપે તે માટે સતત કાર્યશીલ છે.

આજે તા. ૦૬-૦૭-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનરએ મોરબી રોડ આરોગ્ય કેન્દ્રની સામેના કોમ્યુનીટી હોલ અને કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ વેક્સીનેશનની કામગીરી રૂબરૂ નિહાળી હતી. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૨૭૧૪૬ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ કુલ ૨૦૬૫૨૦ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે.

મોરબી રોડ આરોગ્ય કેન્દ્રની સામેના કોમ્યુનિટી હોલ અને કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ વેક્સીનેશનની કામગીરી રૂબરૂ નિહાળતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

નાગરિકોને તુર્ત કોરોના રસી મળી જાય તે માટે કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનામાં કામગીરી કરતા મહાનગરપાલિકાના સ્ટાફ/રિસોર્સ વધારવા અને ઓન ઘ સ્પોટ રજીસ્ટ્રેશનના હાલ બે કાઉન્ટર છે જે વધારીને ચાર કરવા મ્યુનિ. કમિશનરએ અધિકારીને સુચના આપી હતી તેમજ મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર સામેના કોમ્યુનીટી હોલ ખાતે ચાલી રહેલા વેક્સીનેશન કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, મેડીકલ ઓફિસર ડો. લલીત વાંજા, સિટી એન્જી.  વાય. કે. ગૌસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક અને સુરક્ષા અધિકારી  આર. બી. ઝાલા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા, પી.એ. (ટેક) ટુ રસિક રૈયાણી, નાયબ મેડીકલ ઓફિસર ડો. મનીષ ચુનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.