Not Set/ અમદાવાદમાં વ્યાજખોરોનાં ત્રાસથી મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદના દિનપ્રતિ દિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરોએ હદે ત્રાસ આપી રહ્યા છે કે લોકો આત્મહત્યા જેવું પગલું ભરતા લોય છે. ત્યારે શહેરમાં વ્યજ્ખોરના ત્રાસની એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે અવાયું છે. વાડજમાં એક મહિલાએ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ આ મામલે વાડજ પોલીસે બે […]

Ahmedabad Gujarat
5bb7aaff37af21126c511ef6383bf482 અમદાવાદમાં વ્યાજખોરોનાં ત્રાસથી મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ
5bb7aaff37af21126c511ef6383bf482 અમદાવાદમાં વ્યાજખોરોનાં ત્રાસથી મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદના દિનપ્રતિ દિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરોએ હદે ત્રાસ આપી રહ્યા છે કે લોકો આત્મહત્યા જેવું પગલું ભરતા લોય છે. ત્યારે શહેરમાં વ્યજ્ખોરના ત્રાસની એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે અવાયું છે. વાડજમાં એક મહિલાએ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ આ મામલે વાડજ પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નયનાબેનએ 3 વર્ષ પહેલા 80,000 રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. જેની સામે બે કોરા ચેકોમાં બંને મહિલાઓએ સહીઓ પણ કરાવી લીધી હતી અને બાઇકના કાગળો પણ ગીરવે આપ્યા હતા. લીલાબેન પાસેથી 1,70,000  10 ટકા વ્યાજે લીધા હતા અને તેઓએ નયનાબેન પાસેથી ચાર ટકાનું લખાણ કરાવ્યું હતું. આ તમામ નાણાં ત્રણેક વર્ષ પહેલા તેઓએ લીધા હતા અને તેની સામે મૂડીના પૈસા આપી દીધા હતા છતાં વ્યાજની માગણી કરતી હતી.

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાએ, સોનલ રાઠોડ, લીલાબેન પરમાર, હર્ષદ પરમાર નામના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નયનાબેનનો આક્ષેપ છે કે તેમની પાડોશમાં આ ત્રણેય લોકો રહે છે અને સોનલબેન તથા લીલાબેન વ્યાજે પૈસા આપવાનો ધંધો કરે છે. તેઓ મારા ઘરે આવીને તોડફોડ કરી અને મારા માર્યો હતો.

 જણાવીએ કે, નયનાબેનએ મચ્છર મારવાની દવા પી લીધી હતી અને ત્યારબાદ તેઓની તબીયત લથડતાં તેઓને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ થતાં વાડજ પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.