સુરેન્દ્રનગર/ એચ.કે.ઝાલા DLSS સ્કૂલના 3 ખેલાડી ફેન્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા

રાજયના 63 ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, મેડલ જીતનાર ખેલાડી નેશનલ રમશે

Gujarat
Untitled 36 2 એચ.કે.ઝાલા DLSS સ્કૂલના 3 ખેલાડી ફેન્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા

લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત એચ.કે.ઝાલા ડીએલએસએસ શાળાની વિદ્યાર્થીઓએ હિંમતનગર ખાતે યોજાયેલી ફેન્સિંગ સ્પર્ધામાં ઉત્ત્કૃઠ પ્રદર્શન કરી સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મેડલ જીતનારા ત્રણેય ખેલાડીઓ નેશનલમાં પસંદગી પામતાં ગુજરાતમાં લીંબડીનું નામ રોશન કર્યું છે.

આ  પણ વાંચો:રાજકોટ / MCDDના સર્ટીફીકેટના ફોર્મ ભરવા રાજકોટ કોર્પોરેશનમાં અરજદારોનો ધસારો….

હિંમતનગર ખાતે Amateur Fensing Association Of Gujrat Stet ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત એચ.કે.ઝાલા DLSS સ્કૂલ સહિત રાજયની અલગ-અલગ શાળાના 63 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફેન્સિંગ ટૂર્નામેન્ટમાં જલપ પ્રજાપતિએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો:સુરત /  કીમ વિસ્તારમાં ઘરમાં જ કરાઈ આધેડની હત્યા, ઘટનાસ્થળેથી મળ્યું એવું કે લોકો પણ..

જયારે લીંબડી એચ.કે.ઝાલા ડીએલએસએસ શાળાના ફેન્સિંગના કોચ સંદિપ શર્માના માર્ગદર્શન હેઠળ મુકેશ નટ બીજા નંબરે રહી સિલ્વર, પાર્થરાજસિંહ ઝાલા અને પ્રિયજીતસિંહ ગોહિલે બોન્ઝ મેડલ જીત્યા હતા. લીંબડીના ખેલાડીઓએ ઉત્ત્કૃઠ પ્રદર્શન કરી ટૂર્નામેન્ટના આયોજકો સાથે દર્શકોના દિલ જીતી લીધા હતા. મેડલ પ્રાપ્ત કરનાર ત્રણેય ખેલાડીઓની નેશનલમાં પસંદગી પામ્યા છે. ફેન્સિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓ અને કોચને દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલયના ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા.