Not Set/ બે વર્ષ પહેલા વેપારીની કરાઈ હતી હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ગાંધીધામ ગાંધીધામના વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગનાર કુખ્યાત આરોપી અફરોઝ અન્સારીને ગાંધીધામ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે આરોપીએ બે વર્ષ પહેલા ગાંધીધામના વેપારી સચીન પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો કે સચીનએ ડર્યા વગર આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આરોપીએ તેના સાગરીતો સાથે મળી જીઆઈડીસીથી […]

Top Stories Gujarat Others Trending
rain 34 બે વર્ષ પહેલા વેપારીની કરાઈ હતી હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ગાંધીધામ

ગાંધીધામના વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગનાર કુખ્યાત આરોપી અફરોઝ અન્સારીને ગાંધીધામ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે આરોપીએ બે વર્ષ પહેલા ગાંધીધામના વેપારી સચીન પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો કે સચીનએ ડર્યા વગર આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આરોપીએ તેના સાગરીતો સાથે મળી જીઆઈડીસીથી પરત ફરતા સમયે સચીન પર ફાયરિંગ કરી તેની

અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

ગાંધીધામના વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગનારાં અને ખંડણી ના મળતાં શાર્પશૂટરો દ્વારા વેપારીનું સરાજાહેર ફાયરીંગ કરી મર્ડર કરનારાં હરિયાણાના કુખ્યાત ખંડણીખોર અફરોઝ અન્સારીને ગાંધીધામ કૉર્ટે જિંદગીના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. ખંડણી માટે મર્ડરનો બનાવ બે વર્ષ પૂર્વે બન્યો હતો. ગાંધીધામના વેપારી સચિન ઊર્ફે મૃત્યુંજય ધવન પાસે આરોપી અફરોઝ અન્સારી (રહે. પાનીપત, હરિયાણા)એ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

2016નાં રોજ રાત્રે નવ વાગ્યે સચિનનું મર્ડર

જો કે, સચિને અફરોઝની ધમકીથી ડર્યા વિના તેની વિરુધ્ધ ખંડણી માંગવાની પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. સચિને ખંડણી ના આપતાં અફરોઝ અન્સારીએ તેના ભાઈ અલી સફરુદ્દીન અન્સારી અને મિત્ર રીન્કુ રામપાલ મિસ્ત્રી (ચંદે) (બંને રહે. પાનીપત, હરિયાણા)ને મોકલી ફાયરીંગ દ્વારા પહેલી ઑગસ્ટ 2016નાં રોજ રાત્રે નવ વાગ્યે સચિનનું મર્ડર કરાવી દીધું હતું.

બંને જણાં લાલ રંગની યામાહા મોટર સાયકલ પર આવ્યા હતા અને સચિન ધવન જીઆઈડીસીમાં તેમની ફેક્ટરી પરથી ઘરે પરત જવા સ્કોર્પિયો કારમાં બેસવા જતા હતા ત્યારે તેમના પર પિસ્તોલથી આડેધડ ફાયરીંગ કરી નાસી ગયાં હતા. બનાવ અંગે સચિનના ડ્રાઈવર મજીદ અબ્દુલ્લા બાયડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મર્ડર કેસમાં ત્રણેય આરોપી પોલીસથી નાસતાં ફરતા હતા.

અન્ય ગુનામાં અફરોઝ અન્સારીની ધરપકડ

દરમિયાન, હરિયાણા પોલીસે અન્ય ગુનામાં અફરોઝ અન્સારીની ધરપકડ કરી હતી. જેથી ગાંધીધામ પોલીસ ટ્રાન્સફર વૉરન્ટથી અફરોઝને હરિયાણાથી ગાંધીધામ લઈ આવી હતી. અલબત્ત આરોપી માથાભારે હોઈ રાજ્ય સરકારે તેને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને સમગ્ર ટ્રાયલ વિડિયો કોન્ફરન્સ મારફતે ચાલી  હતી. અફરોઝ તો ઝડપાઈ ગયો પરંતુ સચિનનું મર્ડર કરનારાં બંને આરોપી હજુ સુધી પોલીસ ચોપડે ભાગેડૂ રહ્યાં છે.

આઈપીસી 302 હેઠળ અફરોઝને આજીવન સખ્ત કેદ

આ કેસમાં ગાંધીધામ એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે આઈપીસી 302 હેઠળ અફરોઝને આજીવન સખ્ત કેદ તેમજ મૃત્યુ ના પામે ત્યાં સુધી જેલમાં રાખવા તેમજ 5 હજારનો દંડ, આઈપીસી 307 હેઠળ 10 વર્ષની સખ્ત કેદ અને 5 હજારનો દંડ, આઈપીસી 212, 34 સાથે 120 (બી) હેઠળ 3 વર્ષની સખ્ત કેદ અને 5 હજારનો દંડ તેમજ આર્મ્સ એક્ટ 25 (1) (બી) (એ) હેઠળ 3 વર્ષની સખ્ત કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે.

દંડ ના ભરે તો વધુ એકએક વર્ષની કેદ

આરોપી જો દંડ ના ભરે તો વધુ એક-એક વર્ષની કેદ કરવા હૂકમ કરાયો છે. આ કેસમાં સરકારી વકીલ એસ.જી. રાણાએ હાજર રહી સમગ્ર ટ્રાયલ ચલાવી વિગતવાર દલીલો કરી આરોપી પરનું તહોમત પૂરવાર કર્યું હતું. તો, મૂળ ફરિયાદીના વકીલ તરીકે હેમસિંગ ચૌધરીએ હાજર રહી દલીલો કરી હતી. બંને પક્ષકારોની દલીલ સાંભળી કૉર્ટે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ચુકાદો આજે જાહેર કર્યો છે.