Not Set/ ચેક બાઉન્સ કેસમાં ફરિયાદીને તુરંત મળશે 20% વળતર,લોકસભામાં પસાર થયો કાયદો

દિલ્હી મોદી સરકારે ચેક બાઉન્સ કરનાર જવાબદારો સામે સંકજો કસ્યો છે.ખોટો ચેક રજુ કરનાર જવાબદારોને 20 ટકા જેટલું વળતર તાત્કાલિક ચુકવવાનો કાયદો મોદી સરકારે લોકસભામાં પસાર કર્યો છે.ચેક બાઉન્સ માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સુધારા માટેનો ખરડો પસાર કર્યો છે. નાણાં રાજયમંત્રી શિવ પ્રતાપ શુકલએ આ ખરડા પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ચેક બાઉન્સ […]

Top Stories
Parliament ચેક બાઉન્સ કેસમાં ફરિયાદીને તુરંત મળશે 20% વળતર,લોકસભામાં પસાર થયો કાયદો

દિલ્હી

મોદી સરકારે ચેક બાઉન્સ કરનાર જવાબદારો સામે સંકજો કસ્યો છે.ખોટો ચેક રજુ કરનાર જવાબદારોને 20 ટકા જેટલું વળતર તાત્કાલિક ચુકવવાનો કાયદો મોદી સરકારે લોકસભામાં પસાર કર્યો છે.ચેક બાઉન્સ માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સુધારા માટેનો ખરડો પસાર કર્યો છે.

નાણાં રાજયમંત્રી શિવ પ્રતાપ શુકલએ આ ખરડા પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ચેક બાઉન્સ થવા પર સજાની જોગવાઇ છે પરંતુ આ પ્રકારનાં કેસોમાં અપીલ કરવાની જોગવાઇના કારણે કેસો લંબાતા રહે છે.આવું થવાથી ચેકની વિશ્વસનીયતા ઓછી થતી જાય છે.

શિવપ્રતાપ શુક્લના કહેવા પ્રમાણે  નવી જોગવાઇ અંતર્ગત ફરિયાદ કરવાવાળાને તુરંત ન્યાય મળશે. ચેક બાઉન્સની ફરિયાદ કરવાવાળા માટે ૨૦ ટકા વચગાળાની રકમ વળતરનાં રૂપમાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે.આ કેસ જો અપીલ કોર્ટમાં જાય તો પણ ફરિયાદીને 20 ટકા વળતર આપવું પડશે.આ મામલામાં કોર્ટ ઇચ્છે તો વળતરની રકમ ૧૦૦ ટકા પણ કરી શકે છે.

નાણાંકીય રાજયમંત્રીએ કહ્યું કે ચેકનાં બાઉન્સના કેસ મામલે સરકારને વિભિન્ન પક્ષો અને વકિલો તરફથી આવેદનો પ્રાપ્ત થયેલ છે. આ નિવેદનોના આધારે એક્ટમાં કલમ ૧૪૩ (ક)નો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં અપીલ કરવાવાળા પક્ષને વ્યાજ આપવાની પણ જોગવાઇ છે.

કલમ ૧૩૮ અંતર્ગત કોર્ટમાં કેસ ચાલવા પર પીડિત પક્ષને ૬૦ દિવસની અંદર ૨૦ ટકા વચગાળાની રકમ આપવાની વ્યવસ્થા છે.. આ જ પ્રકારે કલમ ૧૪૮માં સંશોધન કરીને કોર્ટને ચેક રજૂ કરવાવાળા પર દંડ લગાવવાનો અધિકાર આપવામાં આવેલ છે.

શિવ પ્રતાપ શુકલએ કહ્યું કે આ વિધેયકથી ચેકનાં બાઉન્સ થવા પર કન્ટ્રોલ આવી શકે છે.