મંદિર દર્શન/ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરના દર્શન કર્યા,CMએ નવા વર્ષની શુભકામના પાઠવી

જે વિક્રમ સંવત 2079ના શુભાંરભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા છે. તેઓ વહેલી સવારે જ આ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન સામે હિન્દુ નવવર્ષે પ્રાર્થના કરી હતી

Top Stories Gujarat
12 12 ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરના દર્શન કર્યા,CMએ નવા વર્ષની શુભકામના પાઠવી
  • નવા વર્ષ નિમિત્તે CMના વિવિધ કાર્યક્રમો
  • સવારે ગાંધીનગર પંચદેવ મંદિરે CM એ કર્યા દર્શન
  • સવારે 7.30 કલાકે અડાલજ ત્રિ મંદિર દર્શન કરશે
  • ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાને નાગરિકોને મળશે
  • સવારે 10 વાગ્યે ભદ્રકાળી મંદિરે કરશે દર્શન
  • પોલીસ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે
  • સવારે 11.45 કલાકે પો. અધિકારી સાથે મુલાકાત
  • અમિત શાહના નિવાસ સ્થાને પણ જઇ શકે CM

ગુજરાતમાં એકબાજુ વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે અત્યારે દિવાળીનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં આજે વિક્રમ સંવત 2079ના શુભાંરભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા છે. તેઓ વહેલી સવારે જ આ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન સામે હિન્દુ નવવર્ષે પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભાજપ પણ ચૂંટણી પ્રચારને લઈને સુપર એક્ટિવ છે, ત્યારે બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલ દરેક નાગરિકની સુખાકારી માટે મંદિરે પ્રાર્થના કરવા પહોંચ્યા છે.આજે મુખ્યમંત્રી સવારે પંચદેવ મંદિરે દર્શન કરીને ગાંધીનગર નિવાસ્થાને નાગરિકોને મળશે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ  શુભેચ્છા મુલાકાત કરશે.

સંવત 2079ની શરૂઆત ગુજરાતમાં સુખાકારીરૂપ રહે એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પંચદેવ મંદિરે આવ્યા હતા. અહીં વહેલી સવારે તેમણે ભગવાનના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. એટલું જ નહીં આની સાથે તેમણે રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય, પ્રગતિ, વિકાસ અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આની સાથે મંદિર પરિસરમાં હાજર તમામ નાગરિકોને તેમણે નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.