Not Set/ માર્ગ સુરક્ષા જાગૃત્તિ સપ્તાહની ઉજવણી બાદ પણ ગુજરાતના રોડ રક્તરંજીત  

કાંકરેજના રાણકપુર પાસે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત સાંતલપુર નેશનલ હાઇવે પર વહેલી સવારે અકસ્માત, અકસ્માતમાં એકનું યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત દેશમાં 11-17 જાન્યુઆરી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં માર્ગ અકસ્માતને લીધે થતી જાનહાનીનો આંકડો સૌ કોઈને માટે ચોકાવનારો છે ત્યારે લોકોમાં માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત્તિ કેળવવાના ઉદ્દેશથી […]

Gujarat Others
bsk માર્ગ સુરક્ષા જાગૃત્તિ સપ્તાહની ઉજવણી બાદ પણ ગુજરાતના રોડ રક્તરંજીત  
  • કાંકરેજના રાણકપુર પાસે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત
  • સાંતલપુર નેશનલ હાઇવે પર વહેલી સવારે અકસ્માત, અકસ્માતમાં એકનું યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

દેશમાં 11-17 જાન્યુઆરી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં માર્ગ અકસ્માતને લીધે થતી જાનહાનીનો આંકડો સૌ કોઈને માટે ચોકાવનારો છે ત્યારે લોકોમાં માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત્તિ કેળવવાના ઉદ્દેશથી આ સપ્તાહ ઉજવવામાં આવે છે. અનેક પ્રયાસો કરવા છતાં દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતને લીધે થતી જાનહાનીમાં ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી શકી નથી.

બનાસકાંઠા

બનાસકાંઠામાં બે ટ્રેલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે. કાંકરેજના રાણકપુર પાસે ટ્રેલર અથડાયા બાદ પલટી ગયું હતું. જેમાં એકનુ મોત થયું છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પાટણ

પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.વહેલી સવારે કમલ હોટલ સામે પૂર ઝડપે આવી રહેલા ટ્રેલરે બાઈકને અડફેટે લીધી હતી. જેના પગલે બાઈક ચાલકનું માથું ટ્રેલર નીચે આવી જતા મોત થયું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.