Ahmedabad/ સરખેજનો ટપોરી અમીન મારવાડી વધુ એક કાયદાનાં કૂંડાળામાં ફસાયો

સરખેજનાં ફાર્મ હાઉસમાં ફાયરિંગ કરી પોતાને ડોન બતાવનાર સરખેજના ટપોરી અમીન મારવાડી ની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી….

Ahmedabad Gujarat
Untitled 93 સરખેજનો ટપોરી અમીન મારવાડી વધુ એક કાયદાનાં કૂંડાળામાં ફસાયો

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સરખેજનાં ફાર્મ હાઉસમાં ફાયરિંગ કરી પોતાને ડોન બતાવનાર સરખેજનાં ટપોરી અમીન મારવાડીની શુક્રવારે પોલીસે ધરપકડ કરી હતી. જેમાં શનિવારે સરખેજનાં નરીમાનપુરા હાઉસ પર ફાયરિંગ કરવાના મુદ્દે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે.

સરખેજ પોલીસે તપાસ કરતા ફાર્મ હાઉસનાં માલિક કે આરોપી અમીન મારવાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ફાયરિંગ કરવા બાબતે તથા જનતામાં દહેશત ફેલાવી ખોટો ભય ઉભો કરવા બાબતની ફરિયાદ દાખલ કરી છે. સરખેજ પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં  ફાયરિંગ કરનાર આરોપી અમીન મારવાડી સહિત અન્ય બે સાગરીતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પોલીસે બાતમીનાં આધારે આરોપી અમીન મારવાડીને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ કર્મીચારી પર કાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. હથિયારનો શોખ ધરાવતો અમીન મારવાડી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.

અમીન મારવાડી વિશે કહેવાય છે કે તેને પોલીસ કે કાયદોનો કોઇ ડર નથી, કારણ કે આરોપીએ પોલીસથી બચવા માટે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો. જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે, જુહાપુરામાં તે હથિયાર સાથે ફરી રહ્યો છે જેથી પોલીસ ત્યાં પહોંચી ત્યારે અમીન મારવાડીએ ભાગવા માટે પોલીસકર્મી સિદ્ધરાજસિંહ પર કાર ચડાવી દીધી. આ દરમિયાન પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જુદા જુદા વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપી અમીન મારવાડીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને પકડતા તેની ગાડીમાંથી પોલીસને રિવોલ્વર, તલવાર, બે બેઝબોલ તેમજ છરી જેવા હથિયારો મળી આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસકર્મી સિદ્ધરાજ સિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો