ગુજરાત/ વડોદરામાં રોમિયોની કરાઇ ધોલાઇ, અલ્તાફ નામના યુવકને પકડી લોકોએ ફટકાર્યો

યુવતી બહાર નીકળી ત્યારે બજરંગ દળના યુવકો વોચમાં હતા. રોમિયોએ યુવતીને છેડતા યુવક હોય તેની ધોલાઈ કરી હતી. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ આવી જતા રોમિયોને સોંપી દેવાયો હતો.

Gujarat Vadodara
ધોલાઇ
  • સલાટવાડા વિસ્તારમાં સ્થાનિકોએ કરી ધોલાઇ
  • યુવતીની છેડતી કરતાં રોમિયો ધોલાઇ કરી
  • યુવતીના ભાઈ સહિત લોકોએ માર્યો માર

વડોદરામાં રોમિયોની ધોલાઈ કરવાની ઘટના સામે આવી છે. રોમિયોએ એક યુવતીને છેડતી કરતા તેના ભાઈ સહિત બીજા કેટલાક લોકોએ મળીને રોમિયોને ધોલાઇ કરી મેથીપાક ચખાડ્યો હતો. ત્રણ દિવસથી હેરાન કરતા આ યુવકને માર મારવામાં આવ્યો હતો. પોલીસ આ સમયે ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, આજે સવારે યુવતી બહાર નીકળી ત્યારે બજરંગ દળના યુવકો વોચમાં હતા. રોમિયોએ યુવતીને છેડતા યુવક હોય તેની ધોલાઈ કરી હતી. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ આવી જતા રોમિયોને સોંપી દેવાયો હતો. પ્રાથમિક તબક્કે યુવકનું નામ અલ્તાફ હોવાનું જાણવા મળ્યું છે.

આ પહેલા પણ શહેરમાં રોડ રોમિયો દ્વારા યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો હતો. રિક્ષામાં સવાર યુવતીની બાઈક સવાર ત્રણ રોમિયો દ્વારા છેડતી કરવામાં આવી હતી. યુવતીએ હિંમત ન હારી રોડ રોમિયોને સબક શીખવાડ્યો હતો. યુવતીએ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા વીડિયોના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો:મનપા દ્વાર પ્રતિબંધિત પ્લાસ્ટિક ફેકટરીમાંથી 5 લાખ કરતા વધુ નો માલ ઝપ્ત

આ પણ વાંચો:ગારદા ગામે દીપડાએ વધુ એક વાછરડીનું કર્યું મારણ, ગામના લોકોમાં ભય

આ પણ વાંચો:શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દૈનિક 11 હજાર બાંધકામ શ્રમિકોને માત્ર ₹5માં ભોજન