Not Set/ વડોદરા : કુખ્યાત મયંક ટેલરની પ્રેમ પ્રકણમાં તલવારનાં ઘા ઝીંકી કરપીણ હત્યા

વડોદરામાં કુખ્યાત મયંક ટેલરની પ્રેમ પ્રકરણમાં ગુપ્તી અને તલવારનાં 8 ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવતા શહેરમાં સન્નાટો છવાઇ ગયો હતો. હત્યામાં ખંડણીખોર પંડ્યા બ્રધર્સે સામેલ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવી રહ્યું છે. આ મામલો બે કુખ્યાતો વચ્ચે મોટી ખાનખરાબી સર્જે તેવી પણ આ શંકા સેવાઇ રહી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર મયંક ટેલરની પ્રેમ […]

Top Stories Gujarat Vadodara
pjimage 24 વડોદરા : કુખ્યાત મયંક ટેલરની પ્રેમ પ્રકણમાં તલવારનાં ઘા ઝીંકી કરપીણ હત્યા

વડોદરામાં કુખ્યાત મયંક ટેલરની પ્રેમ પ્રકરણમાં ગુપ્તી અને તલવારનાં 8 ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવતા શહેરમાં સન્નાટો છવાઇ ગયો હતો. હત્યામાં ખંડણીખોર પંડ્યા બ્રધર્સે સામેલ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવી રહ્યું છે.

આ મામલો બે કુખ્યાતો વચ્ચે મોટી ખાનખરાબી સર્જે તેવી પણ આ શંકા સેવાઇ રહી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર મયંક ટેલરની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ છે.  હત્યા કર્યા પાછી હત્યારા માનવામાં આવતા પંડ્યા બ્રધર્સ ફરાર થઇ ગયા હોવાથી પોલીસ શોધખોળમાં લાગી ગઇ છે.

VADODARA MURDER SANDESH વડોદરા : કુખ્યાત મયંક ટેલરની પ્રેમ પ્રકણમાં તલવારનાં ઘા ઝીંકી કરપીણ હત્યા

વાત જાણે એમ છે કે, મયંક ટેલર વડોદરાનાં જ્યુબિલિબાગ પાછળ આવેલાં સર્કલ પાસે પોતાના સાથીઓ સાથે દારૂ પીતો હતો. તે નશામાં ચકચૂર હતો. તે જ સમયે બંટી પંડ્યા અને ચિરાગ પંડ્યા રીક્ષામાં તલવાર અને ગુપ્તી લઈને આવી ચઢ્યા હતા. અને મયંક ટેલર પર તલવાર અને ગુપ્તી જેવા તિક્ષણ હથિયારથી ટુંટી પડ્યા હતા.
નશામાં ચીક્કાર મયંક પ્રતિકાર કરે તે પહેલા ઉપરા છાપરી 8 ઘાં ઝીંકી દેવામાં આવતા મયંક લોહીયાણ થઇ ઢળી પડ્યો હતો. હેવાનિયતનાં આ દ્રશ્યો જોઈ મયંકના સાથીદારો ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ સ્થાનિક લોકો  મયંકને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મયંકના મોત પાછળ બે કારણ હોવાની ચર્ચા શહેરમાં સાંભળમાં આવી રહી છે. શહેરના મંગળ બજારનાં ખંડણીખોર પંડ્યા બ્રધર્સ, બંટી પંડ્યા અને ચિરાગ પંડ્યા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હતા. જેમના ત્રાસથી બચવા વેપારીઓએ મયંક ટેલરને પ્રોટેક્શન મની આપવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મયંકની હત્યા થઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે. તો બીજી બાજી મયંકની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.