Not Set/ જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું – “તમે માત્ર કાશ્મીરનાં જ મુસ્લિમોની ચિંતા કરો છો, કે ચીનનાં મુસ્લિમોની પણ કરો છે ?”

ચીનમાં મુસ્લિમોની ભયાનક પરિસ્થિતિ પાકિસ્તાન કેમ છે આ અંગે મોન કેમ કોઈ વાત થઈ નથી મુસ્લિમોના માનવ અધિકાર ચિંતા કરો છો? અમેરિકાનાં પાકિસ્તાનને ધગધગતો સવાલ અમેરિકાએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ આપવાનો પ્રયાસ કરતાંને મોટો આંચકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું છે કે, તમે માત્ર કાશ્મીરના મુસ્લિમોની જ ચિંતા કરો છો, ચીનના મુસ્લિમોની ચિંતા કેમ નથી? […]

Top Stories World
un imran જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું - "તમે માત્ર કાશ્મીરનાં જ મુસ્લિમોની ચિંતા કરો છો, કે ચીનનાં મુસ્લિમોની પણ કરો છે ?"
  • ચીનમાં મુસ્લિમોની ભયાનક પરિસ્થિતિ
  • પાકિસ્તાન કેમ છે આ અંગે મોન
  • કેમ કોઈ વાત થઈ નથી
  • મુસ્લિમોના માનવ અધિકાર ચિંતા કરો છો?
  • અમેરિકાનાં પાકિસ્તાનને ધગધગતો સવાલ

અમેરિકાએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ આપવાનો પ્રયાસ કરતાંને મોટો આંચકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું છે કે, તમે માત્ર કાશ્મીરના મુસ્લિમોની જ ચિંતા કરો છો, ચીનના મુસ્લિમોની ચિંતા કેમ નથી?

અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું છે કે તમે ફક્ત કાશ્મીરમાં માનવાધિકારની બાબતોની ચિંતા કરો છો, પરંતુ તમે ક્યારેય એવી ‘ભયંકર પરિસ્થિતિ’ વિશે વાત કરતા નથી, જે આ દુનિયા ચીનમાં ચાલી રહેલા મુસ્લિમોનાં દમન વિશે કરી રહી છે.’  

દક્ષિણ અને મધ્ય એશિયામાં યુ.એસ.ના કાર્યકારી સહાયક સચિવ એલિસ વેલ્સે સંયુક્ત રાષ્ટ્રની 74 મી મહાસભામાં સંબોધન કરતાં પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ચીન વિરુદ્ધ કોઈ અવાજ ન ઉઠાવવા બદલ સવાલ કર્યા હતા.

એલિસ વેલ્સે જણાવ્યું હતું કે ચીનના ઝિંજિયાંગ પ્રાંતમાં આશરે 10 મિલિયન મુસ્લિમોને નજર કેદ કરવામાં આવ્યા છે, પરંતુ પાકિસ્તાન ક્યારેય આ મુદ્દો ઉઠાવતો નથી.

ચીન વારંવાર પાકિસ્તાનને બચાવવા આવે છે

ચીન પાકિસ્તાનનું સદાબહાર મિત્ર છે. ચીન વારંવાર દરેક સ્તરે પાકિસ્તાનને બચાવવા આવે છે. ભલે તે મુંબઇ હુમલોનો મામલો હોય કે પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ લાવવાનો મામલો હોય. ચીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ કરી રહ્યુંં છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે અને ચીન આને પહોંચી વળવા પાકિસ્તાનને આર્થિક મદદ પણ કરી રહ્યું છે.

એલિસ વેલ્સે કહ્યું કે હું પશ્ચિમ ચીનમાં જેલમાં બંધ મુસ્લિમો માટે સમાન સ્તરની ચિંતા જોવા માંગુ છું. તેઓ ખરેખર કોન્સનટ્રેટ જેવી સ્થિતિમાં છે. તમે કાશ્મીરમાં મુસ્લિમોના માનવાધિકાર વિશે ઉંડી ચિંતા કરો છો. તો માનવ અધિકારની આ ચિંતા વધુ વિસ્તરણની માંગ કરે છે. અને તેમાં ચીનનાં મુસ્લમાન પણ હોવા જોઇએ. 

તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તમે અહીં વહીવટ ખૂબ જ સક્રિય રીતે જોયો છે કે, તે કેવી રીતે આખા ચીનનાં મુસ્લિમો માટે પ્રવર્તતી ભયાનક પરિસ્થિતિઓ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે એલિસનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ મહા સભાને સંબોધન કરવા જઇ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.