Not Set/ આ છે દુનિયાની સૌથી મોંધી ચોકલેટ, કિંમત તમને હચમચાવી મુકશે

લીસ્બન દુનિયાની સૌથી મોંધી ચોકલેટ શુક્રવારે પોર્ટુગલ દેશનું શહેર ઓબીડોસ ખાતે ચાલી રહેલા ઇન્ટરનેશનલ ચોકલેટ ફેરમાં પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ ચોકલેટની કિંમત ૯,૪૮૯ ડોલર એટલે કે ૬,૧૬,૭૮૫ રૂપિયા છે. આ ચોકલેટમાં કેસર, વાઈટ ટ્રફલ અને વેનીલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ ચોકલેટની કિંમત  શા માટે આટલી બધી મોંઘી છે તેવો પ્રશ્ન તમને અવશ્ય […]

World
878787 આ છે દુનિયાની સૌથી મોંધી ચોકલેટ, કિંમત તમને હચમચાવી મુકશે

લીસ્બન

દુનિયાની સૌથી મોંધી ચોકલેટ શુક્રવારે પોર્ટુગલ દેશનું શહેર ઓબીડોસ ખાતે ચાલી રહેલા ઇન્ટરનેશનલ ચોકલેટ ફેરમાં પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.

આ ચોકલેટની કિંમત ૯,૪૮૯ ડોલર એટલે કે ૬,૧૬,૭૮૫ રૂપિયા છે. આ ચોકલેટમાં કેસર, વાઈટ ટ્રફલ અને વેનીલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

chocalate77 1 આ છે દુનિયાની સૌથી મોંધી ચોકલેટ, કિંમત તમને હચમચાવી મુકશે

આ ચોકલેટની કિંમત  શા માટે આટલી બધી મોંઘી છે તેવો પ્રશ્ન તમને અવશ્ય થતો હશે. તો તમને જણાવી દઈએ કે, આ ચોકલેટનું રેપર સોનાનું છે. શુદ્ધ ૨૩ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ સોનાના કાગળના લીધે આ ચોકલેટની કિંમત રૂપિયા ૬ લાખથી પણ વધુ છે.

આ ચોકલેટને બે વ્યક્તિએ બનાવી છે. તેમાંના એક પોર્ટુગીઝના ચોકલેટર ડેનીલ ગોમ્સએ કહ્યું હતું કે હીરાના આકારની આ ચોકલેટને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ તરીકે સ્થાન મળ્યું છે.