Ahmedabad News : પ્રદુષિત પાણીને લઈનમે અમદાવાદમાં એનેક ફરિયાદો થવા લાગી છે. તેને પગલે રોગચાળો પણ વધી રહ્યો છે. દરમિયાન વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પોતાના દાણીલીમડા વોર્ડ સ્થિત કડીની ચાલીમાં પ્રદુષિત પાણી આવતું હોવાનો વૂડિયો વાઈરલ કર્યો છે. કોર્પોરેશન લોકોને કેવું પાણી પૂરૂ પાડે છે તે બતાવતો વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે આવા પાણીને લીધે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થાય છે. તેમને 24 કલાક પાણી પૂરૂ પાડવાના ખોટા વાયદા નહી પણ એક કલાક શુધ્ધ પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે.
કડીની ચાલીમાં પ્રદુષિત પાણી આવતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો છે. જેમાં નળમાંથી જે પાણી આવી રહ્યું છે તે ખૂબ કાળુ અને ઓઈલ જેવું દેખાય છે. આ પાણી ન પીવાલાયક હોય છે કે ન તેનો અન્ય ઉપયોગ થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા નાગરિકોને પૂરતા પ્રમાણમાં શુધ્ધ પીવાનું પાણી પૂરૂ પડાતું નથી. જે પાણી સવારે આવે છે તે ખૂબ પ્રદુષિત હોય છે. 15 થી 20 મિનિટ સુધી ખરાબ પાણી આવતું હોવાને કારણે તેને વેડફી નાંખવું પડે છે સાથે પીવાના પાણીનો પણ બગાડ થાય છે.
આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના અધિકારીએ પોતાનો બચાવ કરતા આ મામલે કહ્યું હતું કે જે કડીવાલાની ચાલી છે તે ખૂબ સાંકડી છે. પાણીની લાઈનની કામગીરી કરવામાં ચાલીમાં યુટીલીટી નજીક નજીક છે. નવી લાઈન માટે પ્લાનિંગ થઈ ગયું છે પરંતુ પોલ્યુશન વાળી લાઈન કાપી નાંખવા જતા સ્થાનિકો દ્વારા લાઈન કાપવા દેવાતી નથી.
બીજીતરફ શનિવારે સપ્લાય ચેક કરતા ક્લોરિનની માત્રા પૂરતા પ્રમાણમાં જણાઈ હતી. સવારે સપ્લાયમાં 5 મિનીટ ગંદુ પાણી આવ્યું હતું. જેને કારણે ચાલીમાં ગટર સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:પતિ પત્ની અને પરપુરુષ…… હનીમૂનથી સીધી પોલીસ સ્ટેશન પરિણીતા
આ પણ વાંચો:ત્રીજા તબક્કાની 10 હાઈપ્રોફાઈલ બેઠકો જેના પર સમગ્ર દેશની નજર, આ 3 મુદ્દાઓ પણ રહ્યા હાવી