ધર્મશાલાઃ IPL 2024 ની 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 139 રન જ કરી શકતા તેનો 28 રને વિજય થયો હતો.
આ મેચમાં ચેન્નાઈની ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 43 રન, કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 32 રન જ્યારે ડેરીલ મિશેલે 30 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બોલિંગમાં રાહુલ ચહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે પંજાબની ટીમ આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેની શરૂઆત બિલકુલ સારી રહી ન હતી જેમાં તેણે 9ના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.
અહીંથી શશાંક સિંહ અને આશુતોષ શર્મા વચ્ચે ત્રીજી વિકેટ માટે નાની ભાગીદારી ચોક્કસપણે જોવા મળી હતી, પરંતુ 62 રનના સ્કોર પર ત્રીજો ફટકો પડતાં પંજાબની ટીમને આ મેચમાં વાપસી કરવાની તક મળી ન હતી. પંજાબની ટીમ આ મેચમાં માત્ર 139ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી બોલિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 3 જ્યારે તુષાર દેશપાંડે અને સિમરજીત સિંહે 2-2 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈની ટીમે આ મેચ 28 રને જીતી લીધી હતી.
આ પણ વાંચો:રિયાન પરાગ ટ્રોલર્સને હંફાવી કેવી રીતે બન્યો IPLનો સ્ટાર પર્ફોર્મર
આ પણ વાંચો:હૈદરાબાદની રાજસ્થાન રોયલ્સ પર એક રને રોમાંચક જીત
આ પણ વાંચો:કેપ્ટન અને ચીફ સિલેક્ટર આજે T20 વર્લ્ડ કપ ટીમને લઈને સવાલોના જવાબ આપશે
આ પણ વાંચો:IPLમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને