Not Set/ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ જીત્યું AIFFના સર્વશ્રેષ્ઠ ખિલાડીનો એવોર્ડ

મુંબઈ, ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. છેત્રીને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના વર્ષ ૨૦૧૭ માટે સર્વશ્રેષ્ઠ ખિલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. રવિવારે મળેલી AIFFની બેઠકમાં ભારતીય કેપ્ટનનું નામ આ એવોર્ડ માટે પસંદ કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુનિલ છેત્રીએ હાલમાં જ ભૂતપૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા બાદ […]

Trending Sports
661455 661157 659952 sunil chhetri bengaluru fc isl 2018 ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ જીત્યું AIFFના સર્વશ્રેષ્ઠ ખિલાડીનો એવોર્ડ

મુંબઈ,

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. છેત્રીને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના વર્ષ ૨૦૧૭ માટે સર્વશ્રેષ્ઠ ખિલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. રવિવારે મળેલી AIFFની બેઠકમાં ભારતીય કેપ્ટનનું નામ આ એવોર્ડ માટે પસંદ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુનિલ છેત્રીએ હાલમાં જ ભૂતપૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા બાદ ૧૦૦ ગોલ કરનારા બીજા ભારતીય ફૂટબોલર બન્યા છે. સુનિલ છેત્રી ભારત અને બેંગલુરુ FCના સ્ટાર સ્ટ્રાઈકર છે.

AIFF દ્વારા પુરુષ વર્ગમાં છેત્રીનું નામ પસંદ કરાયું છે, જયારે મહિલા વર્ગમાં કમલા દેવીનું નામ વર્ષ ૨૦૧૭ની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે કરવામાં આવી છે.

અનિરુધ્ધ થાપાને ૨૦૧૭ના “ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર” ઘોષિત કરવામાં આવ્યો છે, જયારે ઈ. પંથોઈને ૨૦૧૭ના મહિલા “ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર” તરીકે પસંદગી કરાઈ છે.

AIFFના અન્ય પુરસ્કાર :

બેસ્ટ ગ્રાસરૂટ ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ પુરસ્કાર : કેરળ એએફ

લોંગ ટાઈમ કન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયા ફૂટબોલ પુરસ્કાર : હીરો મોટોકોર્પ

સર્વશ્રેષ્ઠ સહાયક રેફરી પુરસ્કાર : સુમંત દત્ત :અસમ)

સર્વશ્રેષ્ઠ રેફરી પુરસ્કાર : સીઆર શ્રીકૃષ્ણા