Not Set/ પ્રદેશ પ્રમુખ વાઘાણીના ગઢમાં ગાબડું, મહુવા નગરપાલિકામાં BJP એ સત્તા ગુમાવી

દેશને કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરનાર BJP ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હોમ પીચમાં એટલે કે ભાવનગર જિલ્લામાં મહુવા નગરપાલિકામાં સાત સભ્યોએ બળવો કરતા સત્તા ગુમાવવી પડી છે. ભાજપના સાત સભ્યોએ વિરુદ્ધમાં વોટિંગ કરતા વર્ષોથી સત્તાનું સુકાન સંભાળનાર ભાજપે સત્તા ગુમાવાનો વારો આવ્યો છે. સત્તા સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું, વર્ષો બાદ ભાજપ વિપક્ષમાં બેસશે ભાવનગર […]

Gujarat Others Trending Politics
BJP lost power in the Mahuva municipality

દેશને કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરનાર BJP ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હોમ પીચમાં એટલે કે ભાવનગર જિલ્લામાં મહુવા નગરપાલિકામાં સાત સભ્યોએ બળવો કરતા સત્તા ગુમાવવી પડી છે. ભાજપના સાત સભ્યોએ વિરુદ્ધમાં વોટિંગ કરતા વર્ષોથી સત્તાનું સુકાન સંભાળનાર ભાજપે સત્તા ગુમાવાનો વારો આવ્યો છે.

સત્તા સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું, વર્ષો બાદ ભાજપ વિપક્ષમાં બેસશે

ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકામાં ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપના જ ત્રણ મહિલા સદસ્યો સહિત કુલ સાત સદસ્યોએ પક્ષપલટો કરીને પક્ષની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જેના કારણે મહુવા નગરપાલિકામાં વર્ષોથી સત્તાની ધૂરા સંભાળનાર ભાજપને હવે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે.

કોણે કોણે કર્યો બળવો 

ગઈકાલે યોજાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના મંગુબહેન ડી. બારૈયા, શૈલેશ સેંતા, અશોક વાઢેર, મહેશ વ્યાસ, દર્શનાબહેન ઝવેરી, બિપીન સંઘવી અને મધુબહેન ગુજરિયાએ પક્ષની સામે બળવો કરીને પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જેના કારણે ભાજપે સત્તા સ્થાનેથી દૂર રહેવાનો વારો આવ્યો છે.

પક્ષથી નારાજ એવા સભ્યોએ અંદર ખાને ઓપરેશન પાર પાડતા હવે મહુવા નગરપાલિકામાં ભાજપે અઢી વર્ષ માટે કોંગ્રેસના ટેકાથી ભાજપના આ બળવાખોરો સત્તા સંભાળશે.