- આણંદ જિલ્લા SOG એ પકડ્યું પાર્ટી ડ્રગ્સ
- SOG પોલીસને મળેલ બાતમીના આધારે કરી કામગીરી
- સોજિત્રાના ડભોઉ ગામે પોલીસે ગોઠવી હતી વોચ
- SOG પોલીસની બાતમીના આધારે આવેલ કારને ઝડપી
- કારમાં સવાર હતાં 4આરોપીઓ
- MDMA Ecstasy/molly પાર્ટી ડ્રગ્સ ઝડપ્યું
- 19.680 ગ્રામ ડ્રગ્સ સાથે 4 ની અટકાયત
- તમામ આરોપીઓ રાજકોટના રહેવાસી
- 5.28 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
- રાજકોટથી સોજિત્રા ડિલિવરી માટે આવ્યાની શક્યતા
ગુજરાતના બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા 55થી વધુ લોકોના મોત નિપજ્યા છે જેના બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી છે અને હાલ દરોડા પાડી રહી છે. આણંદ જિલ્લાના સોજિત્રાના ડભોઇ ગામ પાસેથી એસઓજીએ ડ્રગ્સ પક્ડયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોજિત્રા તાલુકાના ડભોઇ ગામે પોલીસને બાતમી મળતા તેમણે એક કારને રોકી હતી, આ કારમાં 4 લોકો સવાર હતા તેમની ચેકિંગ કરતાં તેમની પાસેથી પાર્ટી ડ્રગ્સ એમડીએમ અને મોલીય મળી આવ્યું હતું, 19.680 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ તમામ 4 આરોપીઓ રાજકોટના રહેવાસી છે. આ સાથે એસઓજીએ 5.28 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. રાજકોટથી ડિલીવરી આપવા માટે સોજિત્રા આવ્યા હોવાની શંકા છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.