Mahashivaratri/ મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ, ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા છે. સવારે 4 વાગ્યે ભગવાનના મંદિરના કપાટ ખૂલતાં જ ભક્તોની મંદિરમાં લાંબી કતાર જોવા મળી છે. સોમનાથ મંદિરમાં…

Top Stories Religious Gujarat Dharma & Bhakti Breaking News
Beginners guide to 2024 03 08T100215.840 મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ, ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

Junagadh News: આજે મહાશિવરાત્રિનો પર્વ છે. દેશભરના શિવાલયોમાં મહાદેવના નાદ સાથે કરોડો શ્રદ્ધાળુઓ શિવના દર્શન કરશે. જૂનાગઢમાં ભવનાથના મેળાનો ચોથો અને છેલ્લો દિવસ છે, તે નિમિત્તે ભવનાથ મંદિરમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું છે.

WhatsApp Image 2024 03 08 at 10.03.32 AM મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ, ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા છે. સવારે 4 વાગ્યે ભગવાનના મંદિરના કપાટ ખૂલતાં જ ભક્તોની મંદિરમાં લાંબી કતાર જોવા મળી છે. સોમનાથ મંદિરમાં આજે વિશેષરૂપે શ્રૃંગાર કરવામાં આવશે. સવારે મહાઆરતીમાં ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે. મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવશે.

WhatsApp Image 2024 03 08 at 10.05.01 AM મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ, ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

જૂનાગઢમાં ભવનાથ મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો છે. ભોળાનાથના દર્શન તેમજ કૃપા મેળવવા ભવનાથ મહાદેવ મંદિરમાં ત્રીજા દિવસે દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે. સાધુ, સંતો માટે રવાડી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. રવાડી બાદ સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરશે. મૃગીકૃંડમાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે. 4 દિવસ સુધી ચાલનારા મેળામાં ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ