Not Set/ રાજ્યમાં તમામ RTOની કામગીરી ઓનલાઈન, પ્રથમ દિવસે જ થયું સર્વર ડાઉન

કચ્છ રાજ્ય સરકાર દ્વારા અન્ય વિભાગોની સાથોસાથ RTO તંત્રની કામગીરીને પણ ઓનલાઈન કરવાના આદેશો અપાયા છે ત્યારે ભુજ કચેરીમાં આ મામલે સમસ્યાઓ જોવા મળી હતી. જેમાં પ્રથમ દિવસે જ સર્વર ડાઉન રહેતા ભુજ આરટીઓમાં કામગીરી શરૂ થઈ શકી ન હતી અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આરટીઓની […]

Top Stories Gujarat Trending
rajkot 12 રાજ્યમાં તમામ RTOની કામગીરી ઓનલાઈન, પ્રથમ દિવસે જ થયું સર્વર ડાઉન

કચ્છ

રાજ્ય સરકાર દ્વારા અન્ય વિભાગોની સાથોસાથ RTO તંત્રની કામગીરીને પણ ઓનલાઈન કરવાના આદેશો અપાયા છે ત્યારે ભુજ કચેરીમાં આ મામલે સમસ્યાઓ જોવા મળી હતી. જેમાં પ્રથમ દિવસે જ સર્વર ડાઉન રહેતા ભુજ આરટીઓમાં કામગીરી શરૂ થઈ શકી ન હતી અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આરટીઓની ૧૧ જેટલી કામગીરીઓ ઓનલાઈન કરવાના આદેશો અપાયા હતા.

જે અંતર્ગત વાહન પાસીંગની કામગીરી પેપરલેસ કરવાની હતી. તેમજ ઓનલાઈન પેમેન્ટ વગેરેની કામગીરી માત્ર બે જિલ્લાઓ આણંદ અને પાટણમાં જ થઇ શકી હતી. જ્યારે ભુજ સહિત અન્ય કચેરીઓમાં સર્વર ડાઉન રહેતા બપોર સુધી કોઈ જ કામગીરી થઈ ન હતી.

આજે પ્રથમ દિવસે રાજ્યના માત્ર બે જિલ્લાઓ આણંદ અને પાટણમાં જ બપોર સુધી ઓનલાઈન પેમેન્ટ સ્વીકારાયું હતું. જ્યારે ભુજ સહિત અન્ય કચેરીઓમાં સર્વર ડાઉન રહેતા બપોર સુધી કોઈ જ કામગીરી થઈ ન હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી નવા વાહનના પાસીંગ માટે કાગળોને આરટીઓમાં રજુ કરાતા હતા જ્યારે હવે ડીલરોની આઈડીમાંથી જ ઓનલાઈન પેમેન્ટ સહિતની કામગીરી થઈ શકશે.

જિલ્લામાં દરરોજ ર૦૦ જેટલા વાહનોનું વેચાણ થતું હોઈ આ માટે વાહન ચાલકોને કચેરીમાં રૂબરૂ આવવામાંથી રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈટી ઓપરેટરની બદલી થયા બાદ કોઈ નિષ્ણાંતને મુકવામાં આવ્યા ન હોઈ કચેરીની કામગીરી પાછલા લાંબા સમયથી ખોરંભે ચડી છે.