Not Set/ મહેસાણા: કલેકટર કચેરી બહાર યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

મહેસાણા પાટણ પછી હવે મહેસાણામા કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપનના પ્રયાસની ઘટના સામે આવી છે. ખેરાલુના કોન્ટ્રાક્ટર યુવકે જ્વલનશીલ પ્રવાહી સાથે મહેસાણા કલેક્ટર કચેરીએ ધંસી આવીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. તેની પાસેથી જ્વલનશીલ પ્રવાહી પણ કબ્જે લેવામાં આવ્યુ હતુ. આમ મહેસાણામાં પણ પાટણવાળી થતા અટક્યુ હતુ. ખેરાલુ નગરપાલિકાના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા […]

Top Stories
mns aa મહેસાણા: કલેકટર કચેરી બહાર યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

મહેસાણા

પાટણ પછી હવે મહેસાણામા કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપનના પ્રયાસની ઘટના સામે આવી છે. ખેરાલુના કોન્ટ્રાક્ટર યુવકે જ્વલનશીલ પ્રવાહી સાથે મહેસાણા કલેક્ટર કચેરીએ ધંસી આવીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.

mansas મહેસાણા: કલેકટર કચેરી બહાર યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

તેની પાસેથી જ્વલનશીલ પ્રવાહી પણ કબ્જે લેવામાં આવ્યુ હતુ. આમ મહેસાણામાં પણ પાટણવાળી થતા અટક્યુ હતુ. ખેરાલુ નગરપાલિકાના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા પ્રભુદાસ રાઠોડ નામના યુવકે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ પોતાની ગાડીમાંથી કેરોસીનથી ભરેલો કેરબો બહાર કાઢ્યો હતો અને પોતાના ઉપર છાંટવા માંડતા લોકોએ બૂમાબૂમ કરી હતી.

mansa મહેસાણા: કલેકટર કચેરી બહાર યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

જેથી પોલીસે દોડી આવીનેઆ આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પ્રભુદાસે તેને પેટા કોન્ટ્રાક્ટના કામમાં મળવાપાત્ર 78 લાખની રકમ નહીં મળતા તે રજુઆતો કરીને થાકી ગયો હતો અને તેણે એક નહિં પરંતુ સાત જગ્યાઓએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ ચીમકીને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ કલેક્ટર કચેરી બહાર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને તૈનાત કરી દેવામાં આવી હતી.