Not Set/ નમો એપ્પ નક્કી કરશે સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય: પીએમએ માંગ્યું જનતાનું ફીડબેક

પોતાના સાંસદો અને ધારાસભ્યોના કામકાજનું ફીડબેક સીધુજ પીએમ મોદી દ્વારા લેવામાં આવશે. આ ફીડબેકના આધાર પર જ સાંસદો અને ધારાસભ્યોનું ભવિષ્ય નક્કી થશે. આ કામ નમો એપ્પ દ્વારા કરવામાં આવશે, મતલબ કે સાંસદો અને ધારસભ્યોના કામકાજનો હિસાબ ખુદ પીએમ મોદી લઇ રહ્યા છે. નમો એપ્પ દ્વારા પીએમ મોદીએ વિધાનસભા ક્ષેત્ર પ્રમાણે લોકો પાસેથી ફીડબેક માંગ્યા […]

Top Stories India
610768 pm modi નમો એપ્પ નક્કી કરશે સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય: પીએમએ માંગ્યું જનતાનું ફીડબેક

પોતાના સાંસદો અને ધારાસભ્યોના કામકાજનું ફીડબેક સીધુજ પીએમ મોદી દ્વારા લેવામાં આવશે. આ ફીડબેકના આધાર પર જ સાંસદો અને ધારાસભ્યોનું ભવિષ્ય નક્કી થશે. આ કામ નમો એપ્પ દ્વારા કરવામાં આવશે, મતલબ કે સાંસદો અને ધારસભ્યોના કામકાજનો હિસાબ ખુદ પીએમ મોદી લઇ રહ્યા છે.

નમો એપ્પ દ્વારા પીએમ મોદીએ વિધાનસભા ક્ષેત્ર પ્રમાણે લોકો પાસેથી ફીડબેક માંગ્યા છે. હવે સાંસદો અને ધારાસભ્યો વિશે જનતા સીધુજ પીએમને ફીડબેક આપી શકશે. અને પીએમ મોદીએ રાજ્ય અને લોકસભા-વિધાનસભામાં સૌથી પોપ્યુલર બીજેપી નેતાની પણ જાણકારી માંગી છે.

photo 2018 06 02 12 06 143 060218025814 નમો એપ્પ નક્કી કરશે સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય: પીએમએ માંગ્યું જનતાનું ફીડબેક

માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૯ લોકસભાની ચુંટણીમાં ટીકીટ વહેચણી મુદ્દે પીએમ મોદીનો આ સર્વે મહત્વની ભૂમિકા ભજવશે. પીએમ મોદી સરકારી યોજનાઓ અને કાર્યપ્રણાલી પર પણ જનતાનો સીધો ફીડબેક લઇ રહ્યા છે. આ પહેલા ૨૬ મે ના રોજ સરકારના ચાર વર્ષ પુરા થવા પર પીએમ મોદીએ જનતા પાસેથી સરકારના કામકાજ વિશે ફીડબેક લીધું હતું.

photo 2018 06 02 12 06 142 060218025814 નમો એપ્પ નક્કી કરશે સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય: પીએમએ માંગ્યું જનતાનું ફીડબેક

નમો એપ્પમાં પૂછવામાં આવેલા સવાલો:

૧. તમે તમારા સંસદ અને ધારાસભ્યના કામ-કાજથી કેટલા ખુશ છો?

૨. તમારા રાજ્ય અને ક્ષેત્રમાં ત્રણ સૌથી પોપ્યુલર બીજેપી નેતા કોણ છે

  1. કેન્દ્ર સરકાર અને જે રાજ્યોમાં બીજેપી શાસિત સરકાર છે, ત્યાની ત્રણ પોલીસી જે સૌથી વધારે ચાલી હોય?

૪. શું તમને લાગે છે કે સરકારનું કામકાજ ઝડપી થયું છે.

photo 2018 06 02 12 06 141 060218025814 નમો એપ્પ નક્કી કરશે સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય: પીએમએ માંગ્યું જનતાનું ફીડબેક

લોકસભા ચુંટણી પહેલા પીએમ મોદી જે રીતે જનતા પાસેથી સાંસદ અને ધારાસભ્યોના રીપોર્ટ કાર્ડ માંગ્ય છે, તેનાથી સાફ છે કે જનતાની કસોટીમાં જે ઉતીર્ણ થશે એને જ ૨૦૧૯માં ટીકીટ આપવામાં આવશે. આ પહેલા પણ પીએમ મોદી સમય-સમય પર પોતાના સાંસદોને જનતા સાથે સંપર્ક કરવાનો કહેતા રહ્યા છે, એટલેજ થોડા સમય પહેલા કેટલાક નેતાઓ દલિતના ઘરે ભોજન લેતા જોવા મળ્યા હતા, જોકે આમાં વિવાદો પણ થયા હતા. હવે નમો એપ્પ દ્વારા મળેલા ફીડબેકના આધાર પર જ નેતાઓનું ભવિષ્ય નક્કી થશે.

પ્રધાનમંત્રી મોદીએ ૧૭ જુન ૨૦૧૭ નમો એપ્પ લોન્ચ કરી હતી. શરૂઆતમાં લોકોને લાગ્યું હતું કે આ એપ્પ દ્વારા સરકારની ઉપલબ્ધિઓ અને પ્રધાનમંત્રીના કાર્યક્રમો વિશે જાણકારી લઇ શકાશે, સાથેજ એપ્પ દ્વારા પીએમ મોદીને સીધો સંદેશ પણ મોકલી શકાશે. પરંતુ લોકોને એ વાતનો અંદાજ ના હતો કે પીએમ મોદી આ એપ્પ દ્વારા વીડિઓ કોન્ફરન્સીંગની મદદથી સામાન્ય માણસ સાથે સંવાદ પણ કરી શકે છે.