Mahesana News/ કડીના વેકરા ગામમાં ફાર્મ હાઉસમાં મોંઘી કારોનો ખડકલો, રેડ પાડતા હાઈપ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું

મહેસાણામાં કડીના વેકરા ગામમાં ફાર્મહાઉસમાંથી જુગાર ધામ ઝડપાયું. જેમાં વિદેશી યુવતીઓ સહિત 67 લાખથી વધુના રોકડ રકમનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to 70 2 કડીના વેકરા ગામમાં ફાર્મ હાઉસમાં મોંઘી કારોનો ખડકલો, રેડ પાડતા હાઈપ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું

@ અલ્પેશ પટેલ

મહેસાણા : કડીના વેકરા ગામમાં ફાર્મહાઉસમાંથી જુગાર ધામ ઝડપાયું. આ જુગારધામમાં બાવલુ પોલીસે રેડ પાડતા લાખોની રોકડનો મુદામાલ હાથ લાગ્યો. કડીમાં વેકરા ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઈલ જુગાર ધામમાં પોલીસે રેડ પાડતા ,બે વિદેશી મહિલાઓ સહિત 25 જુગારીઓની ધરપકડ કરી 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ કડી તાલુકાના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ વેકરા સીમમાં એક ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઈલ જુગાર ચાલી રહ્યું હોવાની માહિતી બાવલું પોલીસને મળી હતી. આ બાતમીના આધારે PSI એચ.બી.ચૌધરી દ્વારા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી વાહનોમાં આરોપીને ઝડપી પાડવા નીકળ્યા. આરોપીઓને રંગેહાથ પકડવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ફાર્મહાઉસમાં ચાલી રહેલ હાઈ પ્રોફાઈલ જુગારના અડ્ડા પર રેડ પાડી.

જુગારના અડ્ડા પરથી ઝડપાયેલા જુગારીઓ

જુગારના અડ્ડા પર બાવલું પોલીસે રેડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જ્યારે બાવલુ પોલીસે જુગાર રમતા બે વિદેશી મહિલાઓ સહિત 25 જુગારીઓને ઝડપી પાડયા. જુગારધામમાં જપ્ત કરાયેલા સામગ્રીમાં મોંઘી કારોનો i20, ફોર્ચ્યુનર, BMW, i10, સીફ્ટ, એક્સેસ સહિત ગાડીઓનો ખડકલો જોવા મળ્યો. તેમજ 67 લાખથી પણ વધુનો રોકડ રકમ સાથે મુદ્દામાલ જપ્ત કરી બાવલુ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવી.

રેડ દરમિયાન બે વિદેશી મહિલાઓ પણ ઝડપાઈ

વેકરા ફાર્મ હાઉસમાં પર પાડવામાં આવેલ રેડમાં વિદેશી યુવતીઓ સહિત સ્થાનિકો પણ જુગાર રમતા હોવાનું સામે આવ્યું. હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા પર પાડેલ રેડમાં અંદાજે 25થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી. જેમાંથી કેટલાક કડીના સ્થાનિક રહેવાસી હતા તો કેટલાક સાણંદ, દિલ્હી, અમદાવાદ, ધોળકા, માંડલ, શંખેશ્વર, સુરેન્દ્રનગર અને નેપાળના રહેવાસી હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું. તમામ સ્થાન પરના રહેવાસીઓ રેડમાં જુગારમાં રમતા પડકાયા હતા. દરમ્યાન પ્રવીણ ગોવિંદભાઈ પટેલ અને રાજુજી ઠાકોર નામના શખ્સ ફરાર થઈ જતા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે