Festival/ ફટાકડા ફોડવાને લઇ અમદાવાદીઓ માટે આવ્યા મોટા સમાચાર

દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે હાલમાં ચાલી રહેલા કોરોનાનાં કહેરને ધ્યાને લઇને લોકો પોતાનુ ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. આ વચ્ચે દિવાળીનાં પર્વમાં શું ફટાકડા ફોડી શકાશે કે નહી, તે અંગે બહેસ થવુ સ્વાભાવિક જ છે.

Top Stories
sss 59 ફટાકડા ફોડવાને લઇ અમદાવાદીઓ માટે આવ્યા મોટા સમાચાર
  • દિવાળીને લઇ અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું
  • ફટાકડા ફોડવાને લઇ અમદાવાદીઓ માટે મોટા સમાચાર
  • દિવાળીમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે
  • ઓનલાઈન ફટાકડા નું વેચાણ અને આયાત પર પ્રતિબંધ
  • હોસ્પિટલ. નર્સિંગ હોમ. ન્યાયાલયની 100 મી. નજીક ફટાકડા ફોડી શકશે નહીં

દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે હાલમાં ચાલી રહેલા કોરોનાનાં કહેરને ધ્યાને લઇને લોકો પોતાનુ ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. આ વચ્ચે દિવાળીનાં પર્વમાં શું ફટાકડા ફોડી શકાશે કે નહી, તે અંગે બહેસ થવુ સ્વાભાવિક જ છે. ઘણા ફટાકડા ફોડવાનાં પક્ષમાં દલિલો કરે છે, તો કેટલાક ન ફોડવા જોઇ તેવી સલાહ આપતા નજરે ચઢે છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન કરવાનું કહેવામાં આવ્ય. હતું. જેને પગલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરીજનો રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.

PM મોદીએ લાલકૃષ્ણ આડવાણીનાં જન્મ દિવસ પર અભિનંદન પાઠવ્યા

દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલ તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટીસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે. ત્યારે હવે ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન કરવામાં આવશે. આ ગાઇડલાઇન પ્રમાણે રાજ્યમાં ફટાકડા ફોડી શકાશે. આ સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડવા અને વિદેશથી આયાત મુદ્દે તપાસનાં આદેશ પણ આપવામાં આવ્યા છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આપને જણાવી દઇએ કે, હોસ્પિટલ, નર્સિંગ હોમ, ન્યાયાલયની 100 મી. નજીક ફટાકડા ફોડી શકશે નહીં. જણાવી દઇએ કે, આ જાહેરનામાં પ્રમાણે દિવાળીનાં સમયમાં રાત્રે 8 થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે ફટાકડાનાં ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.