Not Set/ કોમનવેલ્થ સંસદીય સંમેલનમાં, ભારતીય સાંસદોએ PAKને આપ્યો મોં તોડ જવાબ … 

યુગાન્ડાની રાજધાની કંપાલામાં આયોજિત 64 મી રાષ્ટ્રમંડળ સંસદીય મહાસંમેલનમાં પાકિસ્તાની સંસદીય પ્રતિનિધિ મંડળે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય દળોએ કાશ્મીરને બંધક બનાવ્યું છે. ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય રૂપા ગાંગુલી અને અન્ય સભ્યોએ કાશ્મીર અંગેના પાકિસ્તાનના નિવેદન્નો સખ્ત વિરોધ કર્યો. રૂપા ગાંગુલીએ કહ્યું કે પાકિસ્તાનમાં લશ્કરી શાસનની પરંપરા પ્રવર્તિત છે અને તેઓ […]

Top Stories World
રૂપા1 કોમનવેલ્થ સંસદીય સંમેલનમાં, ભારતીય સાંસદોએ PAKને આપ્યો મોં તોડ જવાબ ... 

યુગાન્ડાની રાજધાની કંપાલામાં આયોજિત 64 મી રાષ્ટ્રમંડળ સંસદીય મહાસંમેલનમાં પાકિસ્તાની સંસદીય પ્રતિનિધિ મંડળે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય દળોએ કાશ્મીરને બંધક બનાવ્યું છે.

ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય રૂપા ગાંગુલી અને અન્ય સભ્યોએ કાશ્મીર અંગેના પાકિસ્તાનના નિવેદન્નો સખ્ત વિરોધ કર્યો. રૂપા ગાંગુલીએ કહ્યું કે પાકિસ્તાનમાં લશ્કરી શાસનની પરંપરા પ્રવર્તિત છે અને તેઓ 33 વર્ષથી લશ્કરી શાસનમાં છે. ભારતમાં સૈન્ય શાસન ક્યાંય નથી.

https://twitter.com/ANI/status/1178005770253656065

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળ 22 થી 29 સપ્ટેમ્બર 2019 સુધી યુગાન્ડામાં આયોજિત 64 મી રાષ્ટ્રમંડળ સંસદીય સંમેલનમાં ભાગ લઈ રહ્યું છે. પ્રતિનિધિ મંડળમાં અધિર રંજન ચૌધરી, રૂપા ગાંગુલી, ડોક્ટર એલ. હનુમાનથૈયા, અપરાજિતા સારંગી અને સ્નેહલતા શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. ભારત વતી, પ્રેઝાઇડિંગ ઓફિસર અને રાજ્ય વિધાનસભાઓના સચિવ, જે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના સભ્ય પણ છે, આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે.

માલદીવમાં પણ વિરોધ

આ અગાઉ, માલદીવમાં યોજાયેલા ‘વિકાસ લક્ષ્યોને સિદ્ધ કરવા’ વિષય પર દક્ષિણ એશિયાના દેશોની સંસદસભ્યોની અધ્યક્ષતાની ચોથી સમિટ દરમિયાન પણ પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. જેનો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાજનાથનો પાકિસ્તાન પર હુમલો, અમને ખલેલ પહોંચાડનારાને શાંતિથી નહીં બેસવા દઈએ

માલદીવ સંસદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. રાજ્ય સભાના ઉપાધ્યક્ષ હરિવંશે કાશ્મીર પર બોલતા પાકિસ્તાનના પ્રતિનિધિને અટકાવતાં કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. આ અંગે બોલવાનો અધિકાર બીજા કોઈને નથી. ભારતને પણ આ મુદ્દે માલદીવનો ટેકો મળ્યો હતો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.