Accident/ બાવળા-બગોદરા બન્યો ડેથ-વે, અકસ્માતમાં બે યુવાનોના મોત

બાવળા-બગોદરા હાઇવે જાણે હાઇવે નહીં પણ વાહનચાલકો માટે ડેથ-વે બની ગયો છે. આ હાઇવે પર આજે વધુ બે યુવાનોના મોત થયા છે. બંનેના મોત કાર અકસ્માતમાં થયા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 6 1 બાવળા-બગોદરા બન્યો ડેથ-વે, અકસ્માતમાં બે યુવાનોના મોત

અમદાવાદઃ બાવળા-બગોદરા હાઇવે જાણે હાઇવે નહીં પણ વાહનચાલકો માટે ડેથ-વે બની ગયો છે. આ હાઇવે પર આજે વધુ બે યુવાનોના મોત થયા છે. બંનેના મોત કાર અકસ્માતમાં થયા છે. બગોદરા હાઇવે પર ભામાશરા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે ઇજા પામતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આ કેસમાં બગોદરા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં મૂળ જામનગરના અને હાલમાં દુબઈ રહેતા હિતેશભાઈ મનસુખભાઈ પટણી, દુબઈથી તેમના પત્ની રમાબેન તેમની સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ કારમાં જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન બાવળા-બગોદરા હાઇવે પર કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર આગળ જતી ટ્રકને અથડાઈ હતી.

પ્રાણઘાતક અકસ્માતના પગલે રાહદારીઓ અને આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. કારમાં સવાર હિતેશભાઈ પટણી અને હિતેશભાઈ વિજયભાઈ જોષીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે અન્યે બે ઇજાગ્રસ્તો રમાબેન પટણી અને કુંડનભાઈ શુક્લા ઇજા પામ્યા હતા અને તેમને સારવાર અર્થે બગોદરાના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. બગોદરા પોલીસે અકસ્માત ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ