આપઘાત/ જામનગરમાં માતાએ પોતાના વહાલસોયા બાળકો સાથે લગાવી મોતની છલાંગ

કોરોના કાળમાં આર્થિક તંગી હોય કે બીજા કારણોસર અનેક લોકો મોતને વહાલું કરી રહ્યા છે, ત્યારે હવે રાજ્યના જામનગરમાંથી સામુહિક આપઘાતની એક મોટી ઘટના સામે આવી છે.

Gujarat Others
A 89 જામનગરમાં માતાએ પોતાના વહાલસોયા બાળકો સાથે લગાવી મોતની છલાંગ

કોરોના કાળમાં આર્થિક તંગી હોય કે બીજા કારણોસર અનેક લોકો મોતને વહાલું કરી રહ્યા છે, ત્યારે હવે રાજ્યના જામનગરમાંથી સામુહિક આપઘાતની એક મોટી ઘટના સામે આવી છે.

હકીકતમાં, જામનગરના ધ્રોલ પંથકમાં આવેલા મોરારસાહેબના ખંભાળિયા ગામે આ ઘટના બની છે, જ્યાં ખેત મજૂરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારમાં માતાએ જ પોતાના નાના-નાના ત્રણ ભૂલકાઓ સાથે કુવામાં મોતની છલાંગ લગાવી હતી અને મોતને વહાલું કર્યું હતું.

જો કે આ પહેલા ત્રણ ભૂલકાઓ કુવામાં  પડી જવાની વાત સામે આવી હતી, ત્યારે ગામના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગરથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ પોલીસની તપાસમાં આ મામલે સામે આવ્યું કે ત્રણ સંતાનોની માતાએ માસૂમ બાળકોને લઈને કૂવામાં મોતની છલાંગ લગાવી હતી.

A 90 જામનગરમાં માતાએ પોતાના વહાલસોયા બાળકો સાથે લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો :છોટાઉદેપુર જિલ્લામાં ખેતી લાયક વરસાદ ના વરસે તો નુકસાનની ભીતી, જગતનો તાત મુજવણમા

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ધ્રોલ તાલુકાના ખંભાલીડા ગામે ખેત મજૂરી માટે આવેલા નરેશભાઈ ભુરીયા નામના પરપ્રાંતીય મજૂરની પત્નીએ ૩ બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. જોકે ગ્રામજનોએ તાત્કાલિક તેની માતાને કૂવામાંથી બહાર કાઢી લીધી હતી અને બાળકો રમતાં રમતાં ડૂબ્યા હોવાનું પ્રાથમિક રટણ કર્યું હતું.

જો કે પોલીસની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને કોઈપણ કારણોસર પોતાની બંને પુત્રી અને પુત્ર ને કૂવામાં ફેંકી દઈ પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 6થી 12 નાં વિદ્યાર્થીનીઓને સ્વ-રક્ષણ તાલીમ અપાશે

બીજી બાજુ આ સમગ્ર ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આ જામનગર ફાયર બ્રિગેડની મદદથી ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :સગીર ચાલકે પેટ્રોલિંગ કરી રહેલા PSI સીંગરખીયાને અડફેટે લીધા, સારવાર દરમિયાન મોત