Not Set/ રાજ્યનાં થિયેટર-મલ્ટીપ્લેક્સમાં ખાણી-પીણી લઇ જવા મુક્તિ

તમે થિયેટર કે મલ્ટીપ્લેક્સમાં જઇને ત્યાના પોપકોર્ન કે પીણા નથી પીવા માંગતા અને પોતાની રીતે બહારથી જ આ ખાણી-પીણીની વસ્તુઓ લાવવા માંગતા હોવ તો હવેથી તમે આ કરી શકશો.

Top Stories Gujarat Others
થિયેટર અને ખાણી-પીણી
  • રાજ્યના થિયેટર-મલ્ટીપ્લેક્સમાં ખાણી-પીણી લઇ જવા મુક્તિ
  • અત્યારસુધી ખાણી-પીણી લઇ જવા પર હતો પ્રતિબંધ
  • મોલ-થિયેટર કેમ્પસમાં સ્ટોલધારક વધુ પૈસા વસૂલ લેતાં
  • અંતે પાણી સહિતની વસ્તુ લઇ જતાં રોકી શકાશે નહી
  • ખાણી-પીણી પર પ્રતિબંધ મૂકાશે તો જિલ્લા કલેક્રટર સુધી ફરિયાદ થઇ શકશે

તમે થિયેટર કે મલ્ટીપ્લેક્સમાં જઇને ત્યાના પોપકોર્ન કે પીણા નથી પીવા માંગતા અને પોતાની રીતે બહારથી જ આ ખાણી-પીણીની વસ્તુઓ લાવવા માંગતા હોવ તો હવેથી તમે આ કરી શકશો. જી હા, આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં થિયેટર અને મલ્ટીપ્લેક્સમાં હવેથી ખાણી-પીણીની વસ્તુઓ લઈ જઈ શકાશે.

આ પણ વાંચો – Covid-19 / અમદાવાદમાં રહો છો તો સાચવજો! શહેરમાં વધુ 10 વિસ્તારો માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાયા

જણાવી દઇએ કે, ખાણી-પીણીની વસ્તુઓ થિયેટરમાં ન લઈ જવા દેવાય તો ફરિયાદ કરી શકાશે. જો કે આ પહેલા ખાણી-પીણી લઇ જવા પર પ્રતિબંધ હતો. પરંતુ હવે તમે ખાણી-પીણીની વસ્તુઓ પોતાની મરજીથી લઇ જઇ શકો છો. જો કે આ અંગે ઘણીવાર ગ્રાહકોની નારાજગી સામે આવી ચુકી છે. મોલ-થિયેટર કેમ્પસમાં સ્ટોલધારકો વધુ પૈસા વસૂલતા હોય છે, જેને હર હંમેશા ગ્રાહકો ફરિયાદ કરતા આવ્યા છે. એક વાસ્તવીકતા એવી છે કે, કાયદાકીય રીતે આવો કોઇ પ્રતિબંધ નથી. મનોરંજન આપતા સ્થળો જેવા કે થિયેટર, મલ્ટીપ્લેકસ, એમ્યુસમેન્ટ પાર્ક, વોટર પાર્કનાં માલિકો દ્વારા પોતાની રીતે જ આવા પ્રતિબંધો લગાડવામાં આવેલા છે . જેને કાયદાનું કોઇ સમર્થન મળેલું નથી. ઉપરથી આવુ કરીને તેઓ ગ્રાહકોને અંધારામાં રાખે છે તેમજ છેતરે છે. જો કે હવે આ મામલે હવે ગ્રાહકો કલેક્ટર સ્તરે ફરિયાદ કરી શકે છે. ગ્રાહકો આ મામલે કેન્દ્રીય સત્તામંડળ સ્તરે પણ ફરિયાદ કરી શકે છે.

આ પણ વાંચો – ગુજરાત /  8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો, રાજ્યમાં ઓમિક્રોનની ગંભીરતા ખૂબ ઓછી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

થોડા દિવસો પહેલા જ 24 ડીસેમ્બરનાં રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારે હવે ગ્રાહકોને પોતાના અધિકારો માટે જાણકાર અને જાગૃત થવું પડશે. મલ્ટીપ્લક્ષ થિયેટરો પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવી જાય છે, તેમાં કોઇ પણ ગ્રાહકને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય. ગ્રાહક પોતાની પસંદગીની મૂવી જોવા થિયેટરમાં આવે ત્યારે તેને પોતાની પસંદગીનો ખોરાક મળવો જોઇએ તેના ઉપર થિયેટર માલિકો કોઇપણ શરતોનાં થોપી શકે.